________________
રહેલાં હોય છે, કારણ કે મારણાંતિક સંલેખનાનું વ્રત પૂરું કરતાં કોઈકને દસ-પંદર દિવસ લાગે તો કોઈકને મહિનો કે બે મહિના પણ લાગે અને એટલા લાંબા સમયમાં ચિત્ત સતત સ્વસ્થ, પ્રસન્ન અને ધ્યાનમગ્ન રહે એ સહેલી વાત નથી. વ્રત લેનાર
વ્યક્તિને સમાધિમરણ પ્રાપ્ત થવું જોઈએ. એટલે વ્રતના કાળ દરમિયાન કોઈ પણ પ્રકારે અસમાધિ ન થાય તેવી સાવચેતી ગુરુમહારાજે રાખવાની હોય છે.
વ્રત લેનારની પાત્રતા, સ્થળ અને સમયની અનુકૂળતા ઈત્યાદિ જોવાં, ઉપરાંત વ્રત લેનારની વૈયાવચ્ચ કરવા માટે ઓછામાં ઓછા બીજા બે (વધુમાં વધુ અડતાળીસ) સાધુઓ ન હોય ત્યાં સુધી ગુરુમહારાજ વ્રત માટે અનુજ્ઞા આપતા નથી હોતા. જે સાધુઓ આ પ્રકારનું વૈયાવચ્ચ કરે છે તેને નિઝામણાં' નિર્ધામણા) કહેવામાં આવે છે. જ્યાં સુધી આહાર-પાણી લેવાની છૂટ હોય ત્યાં સુધી સાધકને માટે યોગ્ય સમયે, યોગ્ય આહાર મેળવવાની જવાબદારી તથા સાધકને બીજા લોકો આવીને વ્રતમાંથી ચલિત ન કરે તે જોવાની જવાબદારી, સાધકને સતત આત્મરમણતામાં રહેવા માટે પ્રોત્સાહિત કરવાની જવાબદારી અને સાધકને દેહભાવ આવી જતો હોય ત્યારે તેને આત્મભાવમાં સ્થિતિ કરવા માટે તેવા પ્રકારનાં વચનો, સ્તોત્રો, મંત્રો ઈત્યાદિ સંભળાવવાની જવાબદારી અ નિઝામણાં કરાવનાર સાધુઓની હોય છે, કારણ કે વ્રત લેવું એ તો કઠિન છે જ, પરંતુ અંત સુધી તેનું પાલન કરવું અને અંત સમય સુધી અસમાધિનો ભાવ ન આવે તે જોવું એ તો એથી પણ અત્યંત કઠિન છે.
સંલેખના-વ્રત સ્વીકારનારે અંતિમ સમયની વિવિધ આરાધનાઓ કરવાની હોય છે જેમાં ચાર શરણ, ક્ષમાપના, પાપસ્થાનોની અને અતિચારોની આલોચના, પંચપરમેષ્ઠિને નમસ્કાર વગેરેનો સમાવેશ થાય છે.
આમ, સંલેખના-વ્રત જૈનોનું એક પરમ ઉચ્ચ વ્રત છે અને અધ્યાત્મના માર્ગે ઊંચે ચડેલી વિરલ વ્યક્તિઓ જ તે વ્રત અંગીકાર કરી તેને સંગોપાંગ પૂર્ણ કરી શકે છે.
૨૪૨
જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org