________________
એનો અર્થ થયો વિનયનથી. વિનયન એટલે સારી રીતે દોરી જવું, સારી રીતે ભણાવવું, સારી રીતે બીજામાં સંક્રાન્ત કરવું, બીજામાં સવિશેષ પ્રત્યારોપણ કરવું. ઉપાધ્યાય મહારાજ સાધુઓને સ્વાધ્યાય કરાવીને તેમનામાં જ્ઞાનનું વિનયન કરે છે. અભયદેવસૂરિએ “ભગવતી સૂત્રની ચકામાં આ વિનયન દ્વારા ભવ્ય જીવો ઉપર ઉપાધ્યાય મહારાજના ઉપકારનું મહત્ત્વ દર્શાવ્યું છે.
नमस्यता चैषां सुसंप्रदायात् जिनवचनाध्यापनतो विनयनेन भव्यानामुपकारित्वदिति ।
ઉપાધ્યાય મહારાજના આ વિનય અને વિનયન એ બે ગુણોને કેટલાક એક સમજે છે. જોકે એ બંને ગુણો પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા છે, તોપણ તે બંનેના ભિન્ન વિશિષ્ટ સ્પષ્ટ અર્થ છે.
આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ પદમાં વિકાસક્રમની દૃષ્ટિએ સાધુ અને ઉપાધ્યાય વચ્ચે અંતર છે તેટલું અંતર ઉપાધ્યાય અને આચાર્ય વચ્ચે નથી. ગથ્થવ્યવસ્થાની દૃષ્ટિએ આચાર્યનું સ્થાન ચડિયાતું છે તેમ છતાં આચાર્ય અને ઉપાધ્યાય ઘણી બધી દષ્ટિએ સમાન હોય છે.
કેટલીક વાર કેટલાક ગચ્છમાં આચાર્ય માત્ર એક જ હોય છે અને ઉપાધ્યાય એક કરતા વધુ હોય છે. એટલે આચાર્યના પદને પાત્ર હોવા છતાં કેટલાક ઉપાધ્યાય જીવનપર્યત ઉપાધ્યાય જ રહે છે.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી “શ્રી પંચપરમેષ્ઠિ ગીતામાં ઉપાધ્યાય ભગવંત આચાર્ય ભગવંત સમાન જ છે તે દર્શાવતાં કહે છે :
જેહ આચાર્ય પદ યોગ્ય ધીર, સુગુરુગુણ ગાજતા અતિ ગંભીર;'
સૂત્ર ભણીએ સખત હ પાસે તે ઉપાધ્યાય, જે અર્થ ભાષે તેહ
આચાર્ય એ ભેદ લહીએ, ઘેઈમાં અધિક અંતર ન કહીએ.' શ્રીપાલ રાસ'ના ચોથા ખંડમાં રાજા અને રાજકુંવર યુવરાજીનું રૂપક પ્રયોજીને ગચ્છ-વ્યવસ્થાની દૃષ્ટિએ “ઉપાધ્યાયના કાર્યનો મહિમા દર્શાવતાં કહેવામાં આવ્યું છે :
રાજકુવર સરીખા ગણચિંતક આચરિજ પદ જોગ;
જે ઉવાય સદા તે નમતાં, નાવે ભવ ભય રોગ.' રાજકુંવર જેવી રીતે રાજાની અનુપસ્થિતિમાં રાજાની જવાબદારી વહન કરે છે તેમ આચાર્ય ભગવંતની અનુપસ્થિતિમાં આચાર્યનું પદ પામવાને યોગ્ય એવા ઉપાધ્યાય ભગવંત ગણની-ગચ્છની ચિંતા કરતા હોય છે. એવા ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર કરતાં ભવનો ભય કે ભયરૂપી રોગ આવતો નથી.
ઉપાધ્યાયપદની મહત્તા ઃ ૧૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org