________________
સિદ્ધ પરમાત્મા
નવકારમંત્રમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવામાં આવે છે.
ભવભ્રમણ કરતા જીવોનું અંતિમ લક્ષ્ય છે મોક્ષ, નિર્વાણ, સિદ્ધદશા. જીવની ઉચ્ચત્તમ એ અવસ્થા છે. સિદ્ધાવસ્થા ઉચ્ચત્તમ હોવા છતાં નવકારમંત્રમાં પ્રથમ નમસ્કાર અરિહંત પરમાત્માને અને પછી બીજો નમસ્કાર સિદ્ધ પરમાત્માને કરવામાં આવે છે એમાં પણ રહસ્ય રહેલું છે.
જન્મ-જન્માન્તરમાં માનનારાં, સંસારના ભવભ્રમણમાંથી મુક્તિ મેળવવાના અંતિમ ધ્યેયમાં માનનારાં ભારતીય દર્શનોમાં જીવ કેવી રીતે ભવભ્રમણમાંથી મુક્તિ પામે છે, તેની શુદ્ધ આત્માસ્વરૂપ સિદ્ધાવસ્થા કેવી હોય છે અને તેનું અંતિમ પરિણામ કેવી રીતે કેવા પ્રકારનું આવે છે, તે વિશેની ભિન્ન ભિન્ન માન્યતા રહેલી છે. તેમાં જૈન દર્શનની માન્યતા અનોખી છે.
- સિદ્ધ' શબ્દ ઘણાં દર્શનોમાં વપરાયો છે, પણ એની પણ જુદી જુદી અર્થચ્છાયા છે.
સિદ્ધ' શબ્દના સામાન્ય અથ થાય છે કૃતકૃત્ય, નિષ્પન્ન, પરિપૂર્ણ, દિવ્ય, સંપ્રાપ્ત, સજ્જ, પરિપક્વ, અમર ઇત્યાદિ. કેટલાંક અન્ય દર્શનોમાં જે વ્યક્તિ લબ્ધિસિદ્ધિયુક્ત હોય તેને સિદ્ધ' કહેવામાં આવે છે. અમુક મહાત્મા “સિદ્ધ પુરુષ' છે, એમ જ્યારે કહેવામાં આવે ત્યારે એનો અર્થ એટલો જ કે તેઓ કોઈક સિદ્ધિવાળા આત્મદર્શી મહાત્મા છે અને તેમને દુન્યવી વસ્તુઓ મેળવવા માટે કોઈ પણ પ્રકારની વાસના કે પરતંત્રતા રહેતી નથી વિશાળ અર્થમાં, જેઓ પોતાના પ્રયોજનને કે ધ્યેયને પાર પાડે છે તેઓ તે તે વિષયના સિદ્ધ કહેવાય છે. પોતાનું કાર્ય કરવામાં જેઓ અત્યંત કુશળ હોય છે તેઓને સિદ્ધહસ્ત કહેવામાં આવે છે. જુદા જુદા પ્રકારના સિદ્ધોનો નિર્દેશ નીચેની ગાથામાં કરવામાં આવ્યો છે :
कम्मे सिप्पे अ विज्जा य, मंते योगे अ आगमे अत्थ जत्ता अभिप्पाऐ तवे कम्मकखऐ ईय
૧છે કે જૈન ધર્મ દર્શન
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org