________________
જૈન ધર્મ દર્શન
ડૉ. રમણલાલ ચી. શાહ જેવા શીલવાન, સન્નિષ્ઠ અને અભ્યાસરત લેખકના જૈનધર્મદર્શન વિષયક લેખોના સંપાદનનું આ પુસ્તક છે. એમાં આરંભમાં જૈનધર્મ વિશેનું મુખ્ય અધિકરણ આપીને તીર્થંકર, નવકારમંત્ર, નવકારમંત્રની શાશ્વતા, પંચપરમેષ્ઠી, સમવસરણ દિવ્ય, ધ્વનિ, સિદ્ધ પરમાત્મા, આચાર્યપદના આદર્શ, ઉપાધ્યાયપદની મહત્તા, જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન, નિગોદ, પુદ્ગ-પરાવર્ત, લેશ્યા, સંલેખના, સંમુદ્દાત અને શૈલેશીકરણ વગેરે પર્યાયો પણ સમજાવ્યા છે. પાંચમા વિભાગમાં લેખકે જિનવચનનું વિવરણ કર્યું છે.
ધર્મતત્ત્વ અને એનું પાયાનું તત્ત્વજ્ઞાન અધ્યાત્મ વિદ્યાનો ગૂઢ વિષય છે. માત્ર વાંચવાથી, વિવરણ અને સ્પષ્ટીકરણથી એ ન સમજાય. ડૉ. રમણલાલ શાહે જનસામાન્યને દૃષ્ટિમાં રાખીને એમની તાત્ત્વિક વિદ્યાનિષ્ઠ પ્રવૃત્તિ અને સરળતા તથા સ્પષ્ટતાથી ધર્મતત્ત્વ સ્પષ્ટ કર્યું છે. અધ્યાત્મવિદ્યાના સૂત્રબદ્ધ ને લાઘવથી જ અભિવ્યક્ત થતા શાનને જનસામાન્ય સુધી પહોંચાડવાનું કાર્ય સહેલું નથી. એ માટે પાંડિત્ય ઉપરાંત શિક્ષકધર્મ અને એની જાગૃતિ પણ જોઈએ. આ બંને ડૉ. રમણલાલ શાહને સ્વયંસિદ્ધ છે. એથી એ ધર્મના ગૂઢતત્ત્વને પણ સરળતાથી અને સ્પષ્ટતાથી સમજાવી શક્યા છે. તે સાથે જ મૂળના હાર્દ અને ગાંભીર્યને પણ જાળવી શક્યા છે. આ માટે એમની બહુશ્રુત વિદ્વત્તા અને શિક્ષકનાં દૃષ્ટિ-શક્તિ બંને કામ લાગ્યાં છે.
જૈન ધર્મીઓ માટે તેમજ જૈનધર્મ અને દર્શનમાં જેમને પણ રસ છે. તે સહુ માટે પાઠ્યપુસ્તક પ્રકારનો આ ઉપયોગી જ્ઞાનકોશ છે.
Jain Education International
For Private & Personal Use On
TUJUI MILLI
www.jainary.org