________________
પંતજીવી, તુચ્છાહારા, સુહાહારા, સુક્કા, ભુક્કા, નિમ્મેસા, નિસ્સોશિયા, કિસિઅંગા, નિરાગસરા, કુખ્ખિસંબલા, ખજ્ઞાતકુલે ભિક્ષા વત્તિણો મુણિણો હવંતિ. ઈસ્યા છે સર્વજ્ઞપુત્ર સાધુ સંસારભય થકી ઉભગા, દયાતણા પ્રતિપાલક, ભગવતી અહિંસા સર્વ ભૂતને ક્ષેમકરી, મહાપુરુષસેવી, કાયર–કારત જીવ પરિહરી, તેહના પ્રતિપાલક, અનાથ જીવના નાથ અપીહર જીવના પીહર, અશરણ જીવના શરણ, સર્વજ્ઞપુત્ર, નિઃકિંચણ, નિરહંકારી, નિઃપરિગ્રહી, નિરારંભી, શાંત, દાંત, રત્નત્રય સાધક, અઢાઈ દ્વીપ માંહે જીકે છે સાધુ તે સવિ સાધુ પ્રત્યે માહો નમસ્કાર, પંચાંગ પ્રણામ, ત્રિકાલ વંદના સદા સર્વદા થાઓ.’
આવા સાધુપદનો મહિમા ગાતાં કહેવાયું છે કે
न च राजभयं न च चोरभयं ईहलोकसुखं परलोकहितं । नरदवनतं वरकीर्तिकरं श्रमणत्वमिदं रमणीयतरम् ॥
સાધુ ભગવંતોને એમની પારદર્શક આચારશુદ્ધિને કારણે રાજ્યનો કે ચોરનો ભય હોતો નથી. તેઓ આ લોકમાં આધ્યાત્મિક સુખ ભોગવે છે અને પરલોકનું હિત સાધી લે છે. તેઓને મનુષ્યો અને દેવો વંદન કરે છે અને તેમની કીર્તિ ચારે બાજુ પ્રસરે છે. માટે શ્રમણપણું અત્યંત રમણીય છે. વળી કહ્યું છે :
साधूनां दर्शन पुण्यं, तीर्थभूता हि साधव: I तीर्थ: खलति कालेन, सद्यः साधुसमागमः ॥
જંગમ તીર્થરૂપ સાધુ ભગવંતનાં દર્શનથી પુણ્યોપાર્જન થાય છે. સ્થાવર તીર્થ કરતાં પણ તરત ફળ આપનાર સાચા જંગમ તીર્થનો મહિમા મોટો છે.
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠને સાધુને માટે અષ્ટ પ્રવચના માતા ગણવામાં આવે છે. દસ પ્રકારના યતિ ધર્મને સાધુના દસ પિતા રૂપે દર્શાવવામાં આવે છે. ગૃહસ્થની સંભાળ રાખનાર એક માતા અને એક પિતા હોય છે. સાધુની સંભાળ રાખનાર આઠ માતા અને દસ પિતા હોય છે. સંઘને પણ સાધુનાં માતાપિતાઅમ્માપિયા તરીકે ઓળખાવવામાં આવે છે.
સાધુ ભગવંત ચાલે તો ઈર્ષ્યાસમિતિપૂર્વક, બોલે તો ભાષાસમિતિપૂર્વક, ગોચરી–આહાર લેવા જાય તો એષણાસમિતિપૂર્વક, ચીજવસ્તુઓ લે–મૂકે તો તે આદાનભંડનિક્ષેપણા સમિતિપૂર્વક અને શૌચાદિક્રિયા કરે તો તે પરિષ્ઠાપનિકા સમિતિપૂર્વક. તેઓની પ્રત્યેક ક્રિયા જ્યણાપૂર્વકની હોય છે.
સાધુ ભગવંતો વસ્ત્ર ધારણ કરે તે પોતાના શરીરને ઢાંકવા માટે અને નહિ કે દેહને શણગારવા માટે. કડક ઇસ્ત્રીવાળાં કપડાં સાધુને ન શોભે. એવું વસ્ત્ર આવ્યું હોય તોપણ આમળી નાખી, કરચલીઓવાળું વસ્ત્ર ધારણ કરે. જીર્ણ કંથા એ સાધુની
નમો લોએ સવ્વસાહૂર્ણ * ૧૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org