________________
આતુરતા વિવિધ પ્રકારની હોય છે. ક્ષુધાતુર, તૃષાતુર, કામાતુર, ધનાતુર, યશાતુર, પદાતુર, સત્તાતુર, વિજયાતુર એમ ભિન્ન ભિન્નિ પ્રકારના આતુક માણસો સંસારમાં જોવા મળે છે અને તે દરેકમાં પણ જુદી જુદી કક્ષા હોય છે.
કેટલીક તીવ્ર અને અદમ્ય વાસનાઓ માણસને જંપીને બેસવા દેતી નથી. તેવા માણસો પોતાની વાસનાઓની તૃપ્તિ માટે નિર્લજ્જ બનીને બહુ ઉપદ્રવ કરે છે, કાવાદાવા કરે છે. એમ કરવામાં બીજા લોકોને કષ્ટ પડે તો તેની તેમને ચિંતા હોતી નથી; બલકે બીજાને કષ્ટ આપીને તેઓ રાજી થાય છે, આતુરતા ઉગ્ર બનતાં તેઓ આક્રમક કે હિંસાત્મક સ્વરૂપ પણ ધારણ કરે છે.
ભૂખ લાગી હોય અને માણસ ભોજન માટે તડપતો હોય તો તેવો ક્ષુધાતુર માણસ ભોજન ન મળે તો ઉત્પાત મચાવે છે. કહેવાયું છે કે વુમુક્ષિતઃ વિન રોતિ પાપમ્ ? ભૂખ્યો માણસ શું પાપ ન કરી બેસે ? ભૂખથી પીડાતા માણસોએ, ક્ષુધાતુરોએ કશું ન મળતાં સર્પાદિ ખાઈને ભૂખ સંતોષ્યાના બનાવો બન્યા છે. ગઈ સદીમાં ઉત્તર ધ્રુવની શોધસફરે નીકળેલા કેટલાક સાહસિકોએ પોતાનો ખોરાક ખૂટતાં અદમ્ય ભૂખને કારણે પોતાના વહાલા કૂતરાઓને મારીને અથવા છેવટે પોતાના પ્રિય સાથીદારને મારી નાખીને એનું માસ ખાધું છે. દુકાળના વખતમાં ક્ષુધાતુર માતાએ પોતાનાં નાનાં કુમળાં બાળકોને મારી નાખીને એનું માંસ ખાઈ પેટ ભર્યાના બનાવો પણ બન્યા છે. ભૂખની વેદનાવાળો માણસ ભૂખ સંતોષવા ગમે તે અભક્ષ્ય ખાવા તૈયાર થઈ જાય છે. તૃષાતુર માણસ ગટરનું પાણી પીતાં પણ અચકાતો નથી. જો ભૂખ-તરસ જેવી પ્રાથમિક સંવેદનાઓ પણ જ્યારે અતિશય ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે માણસને સ્વાર્થાંધ બનાવી દે છે અને તેની પાસે પાપાચરણ કરાવે છે, તો અન્ય ઉગ્ર સંવેદનાઓની તો વાત જ શી !
કામવાસનાની આતુરતા માણસ પાસે ક્યારેક ભયંકર અનર્થો કરાવે છે. વ્હામાતુરાળાં ન મયં ન ભષ્ના --કામાતુર માણસોને લાજશ૨મ રહેતી નથી કે ભય રહેતો નથી' – એવી સાચી લોકાક્તિ પ્રચલિત કરે છે. કામાતુર માણસો પોતાની વાસના સંતોષવા જતાં વચ્ચે આવનારનું ખૂન પણ કરી નાખે છે. પોતાને જેના તરફ જાતીય આકર્ષણ થયું હોય તેવી વ્યક્તિ બીજાને પરણી ગઈ હોય તો તેને તથા તેને પરણનારને મારી નાખવા સુધીના વિચારો કે કાર્યો થતાં હોય છે. પોતાના ગુપ્ત જાતીય વ્યવહારમાં કોઈ આડે આવતું હોય તો તેનો કાંટો કાઢી નાખતાં માણસ અચકાતો નથી. કેટલીક વાર તો પરપુરુષ સાથેના પોતાના ગુપ્ત સંબંધોને લીધે સ્ત્રીએ પોતાના પતિનું ખૂન કર્યું હોય એવા બનાવો પણ બને છે. પોતાની વાસનાની તૃપ્તિ માટે સ્ત્રી સંમતિ ન આપતી હોય તો તેને મારી નાખવાના બનાવો પણ બને
૨૫૬
જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org