________________
પણ તેને અપ્રિય થઈ પડે છે. પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે તે નિર્દય બનતાં અચકાતો નથી. બીજા લોકોને માનસિક પરિતાપ પહોંચાડવાની વાત તો હોય જ છે, પરંતુ આવા નિર્દય અને આતુર માણસો બીજાની હત્યા કરવામાં પણ સંકોચ કે લજ્જા અનુભવતા નથી. માણસ જ્યારે સ્વાર્થોધ બની જાય છે ત્યારે માનવતાનો સહજ સદ્દગુણ તેનામાંથી અદશ્ય થઈ જાય છે. કેટલાક આતુર માણસોમાં, રાતદિવસ એક જ વાતનું સતત ચિંતન, સેવન કે રટણ કરવાને લીધે, એવી ગ્રંથિ બંધાઈ જાય કે જેથી તેમની પરપીડનની વૃત્તિ આવેગવાળી, ઉન્માદમય બની જાય છે. તેઓ
જ્યાં સુધી કોઈકને કષ્ટ આપે નહિ, પરિસંતાપ કરાવે નહિ ત્યાં સુધી તેમને શાંતિ મળતી નથી. કેટલાક પારધીઓ અથવા શિકારનું વ્યસન ધરાવતા માણસો પશુપક્ષીનો શિકાર તો કરે જ છે, પરંતુ પોતે જેનો શિકાર કર્યો હોય તે પશુ કે પક્ષીને જ્યાં સુધી પોતાની નજર સામે તરફડતું જુએ નહિ ત્યાં સુધી તેમને સંતોષ થતો નથી. કેટલાક આતુર લોકોને પરપીડન પ્રકારની આવી ગ્રંથિ વારંવાર સતાવતી રહે છે.
જગતમાં જો શાંતિ અને સંવાદિતા સ્થાપવાં હોય, રાષ્ટ્ર અને રાષ્ટ્ર વચ્ચે, પ્રજા અને પ્રજા વચ્ચે બંધુત્વ અને સહકારની ભાવના જો સ્થાપિત કરવી હોય તો પ્રત્યેક કક્ષાએ આતુરતાને સંયમિત રાખવી પડશે. જેમ આતુરતા ઓછી તેમ પરિતાપ ઓછો. આતુરતાને સંયમમાં રાખવા માટે સૌથી પહેલી જરૂર છે સંતોષની. માણસ
જ્યાં સુધી પોતાની ઈચ્છાઓને સ્વેચ્છાએ પરિમિત કરતો નથી ત્યાં સુધી આતુરતા ઉપર તે વિજય મેળવી શકતો નથી. ઈચ્છાઓનો કોઈ અંત નથી. માણસે પોતાની શક્તિ, કક્ષા, ગુણવત્તા અને પરિસ્થિતિ અનુસાર પોતાની ઇચ્છાઓને પરિમિત કરતાં રહેવું જોઈએ. એ પરિમિતતા જ્યાં સુધી વ્રતના રૂપમાં આવતી નથી ત્યાં સુધી પરિમિત કરેલી ઇચ્છા પણ અચાનક અપરિમિત બની જઈ શકે છે. આ એનું મોટું ભયસ્થાન છે. માટે વ્રત-પ્રતિજ્ઞા આવશ્યક અને ઉપકારી છે. ઇન્દ્રિય-સંયમ અને ઇચ્છા-પરિમાણ દ્વારા પ્રાપ્ત થતો આનંદ કેટલા ઊંચા પ્રકારનો છે તે વિશેષપણે તો સ્વાનુભવથી જ સમજાય છે. જ્યાં આતુરતાનો અભાવ છે ત્યાં સંયમ, સરળતા, સ્વાભાવિકતા, નિર્દોષતા, પ્રમાણિકતા, ન્યાયબુદ્ધિ પ્રવવર્તવા માટે વિશેષ અવકાશ રહે છે. કુટુંબ, સમાજ, રાષ્ટ્ર કે વિશ્વમાં શાંતિ અને સંવાદિત સ્થાપવાં હશે તો પ્રત્યેક કક્ષાએ “આતુરતાને પરિમિત કરતાં રહેવું પડશે !
ભગવાન મહાવીરે આતુરા પરિતાન્ત એ બે શબ્દમાં સંસારના દુઃખદ સ્વરૂપનું અને મનુષ્યના મનની નબળી લાક્ષણિકતા કેટલું વિશદ દર્શન કરાવ્યું છે !
માતા પિતાત્તિ ૨૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org