________________
ધર્મલાભ' કહે છે. સાધુના ભોજન માટે શબ્દ છે ગોચરી અથવા ભિક્ષાચારી. ખાવું' નહિ પણ “વાપરવું, “પથારી' નહિ પણ “સંથારો', “વાસણ' નહિ પણ પાતરાં'. સાધુને હવે કોઈના સગાઈ, લગ્ન કે સાદડીમાં જવાનું હોતું નથી. સાજેમાંદે ખબર કાઢવા જવાનું કે સ્મશાનમાં આભડવા જવાનું નથી હોતું.
સાધુ ભગવંત ભવિષ્યકાળ માટે નિશ્ચિતપણે કોઈ વાણી ઉચ્ચારી ન શકે, કારણ કે તેમ જો ન થાય તો મૃષાવાદનો દોષ લાગે. એટલે સામાન્ય રીતે તેઓ વર્તમાન જોગ’ એમ કહે, એટલે કે તે સમયે જેવો યોગ હશે તે પ્રમાણે થશે. એટલા માટે કહ્યું છે :
आउसस्स न वीसासो कज्जम्मि बहूणि अंतरायाणि ।
तम्हा हवई साहूणं वट्टमाणजोगेण ववहारो ॥ (આયુષ્યનો વિશ્વાસ નથી, કાર્યોમાં બહુ અંતરાયો આવે છે. એટલે “વર્તમાન જોગ' પ્રમાણે સાધુનો વ્યવહાર હોય છે..
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે સાધુઓએ ભવિષ્યકાળ માટે ક્યારેય નિશ્ચયાત્મક વાણી ન ઉચ્ચારવી જોઈએ. ઉદાહરણ તરીકે ક્યાંક બીજે દિવસે જવાનું હોય અને કોઈ પૂછે કે મહારાજજી ! કાલે સવારે નવ વાગે પધારશોને?” તો સાધુ મહારાજ એમ ન કહે કે “હા, અમે બરાબર નવના ટકોરે પહોંચી જઈશું.” જવાનું નિશ્ચિત જ હોય તોપણ સાધુ મહારાજ કહે કે “વર્તમાન જોગ'. એટલે તે વખતે જેવો યોગ હશે તે પ્રમાણે થશે. આમ કહેવાનું કારણ એ છે કે સાધુ મહારાજનું વચન અસત્ય ન ઠરવું જોઈએ. કોઈક કારણસર તબિયત બગડી, વરસાદ પડ્યો, રમખાણ થયું તો સાધુથી ત્યાં પહોંચી ન શકાય અને ન પહોંચે તો પોતાનું વચન મિથ્યા ઠરે એટલે કે સત્ય બોલવાના પોતાના વ્રતને દૂષણ લાગે, મૃષાવાદનું પાપ લાગે. - શ્રી હરિભદ્રસૂરિએ સંબોધ પ્રકરણમાં સાધુ ભગવંત કેવા હોવા જોઈએ તે માટે કહ્યું છે :
गीयत्था संविग्गा निस्सल्ला चत्तगारवासंगा ।
जिणमय उज्जोयकय सम्मत्त पभावगा मुणिणो ॥ મુનિઓ ગીતાર્થ, સંવિગ્ન, નિઃશલ્ય, ગારવાનો ત્યાગ કરનારા, અસંગ થયેલા, જિનમત-જિનધર્મનો ઉદ્યોત કરનારા અને સમ્યકત્વના પ્રભાવક હોવા જોઈએ.
જૈન સાધુઓના આહાર-વિહાર માટે, વસ્ત્ર–પાત્ર માટે ઘણા બધા નિયમો આચારાંગસૂત્ર, દસવૈકલિક સૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર વગેરેમાં બતાવવામાં આવ્યા છે. જૈન સાધુઓનું જીવન નિર્દોષ, પાપરહિત હોય છે. તેઓના જીવનમાં માયાચાર હોતો
|
નમો લોએ સવ્વસાહૂણં જ ૧૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org