________________
ઉઘાડા પગે ચાલીને બધે જાય છે. તેઓ બે જોડી વસ્ત્ર રાખે છે જે ગૃહસ્થોએ વહોરાવેલાં હોય છે. સાધુનાં વસ્ત્ર–પાત્ર પરિમિત હોય છે. દિગંબર મુનિઓ તો વસ્ત્ર–પાત્ર પણ રાખતા નથી. કરપાત્રી હોવાથી તેઓ હાથમાં લઈને જ આહાર કરી લે છે. સાધુ વાહનનો ઉપયોગ કરતા નથી. તેમને કોઈ મોજશોખ હોતા નથી. એટલે સાધુ ભગવંતને જીવનના અંત સુધી પોતાના નિર્વાહ માટે પાસે એક રૂપિયો પણ રાખવાની જરૂર રહેતી નથી. તેઓ કંચન અને કામિનીના ત્યાગી હોય છે. સાધુને સૂવા માટે ગાદલો–ઓશિકાં હોતાં નથી. પાથરવા ઓઢવા માટે એક કામળી અને હાથ એ જ ઓશીકું. દિગંબર મુનિઓ તો પહેરવા કે પાથરવા માટે એક વસ્ત્ર પણ રાખતા નથી. આમ સાધુ ભગવંતોને અર્થોપાર્જનની, અર્થસંક્ષણની કે અર્થવૃદ્ધિની કોઈ પ્રવૃત્તિ હોતી નથી. એટલે એ નિમિત્તે થતા સાવદ્ય યોગોથી તેઓ મુક્ત રહે છે. આત્મજ્ઞાન માટે સાધુપણું કહ્યું છે. આનંદઘનજીએ કહ્યું છે :
આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગી રે. માત્ર વેષ ધારણ કરવાથી સાધુપણું નથી આવી જતું. સાધુત્વનો ભાવ પણ જોઈએ. દ્રવ્યલિંગી અને ભાવલિંગીના ચાર ભેદ થાય છે. દ્રવ્યલિંગી હોય, પણ ભાવલિંગી ન હોય, (૨) ભાવલિંગી હોય પણ વ્યલિંગી ન હોય, (૩) દ્રવ્યલિંગી હોય અને ભાવલિંગી પણ હોય અને (૪) દ્રવ્યલિંગી ન હોય અને ભાવલિંગી પણ ન હોય. આ ચારમાં શ્રેષ્ઠતમ તે જ કે જે દ્રવ્યલિંગી હોય અને ભાવલિંગી પણ હોય. દ્રવ્યલિંગ નિરર્થક નથી. ભાવલિંગી થવા માટે પણ તે અત્યંત ઉપકારક છે. કેટલાંક પહેલાં માત્ર દ્રવ્યલિંગી હોય, પણ પછી એથી જ એમને ભાવલિંગી થવાના ભાવ જાગ્યા હોય છે.
શ્રાવક દીક્ષા લે છે તે દિવસથી એનું બાહ્ય અર્થાત સ્થૂલ અને અત્યંતર અર્થાત્ સૂક્ષ્મ રૂપાંતર-transformation થાય છે. સાધુનાં નામ, વેશ, ભાષા, વ્યવહાર ઇત્યાદિ બદલાઈ જાય છે, કારણ કે ગૃહસ્થ જીવનના સંસ્કારોનું હવે વિસર્જન કરવાનું હોય છે. નામ બદલાતાં જૂના નામ સાથેનાં વળગણો છૂટવા માંડે છે. સાધુને માથે મુંડન હોય છે. હવે ચહેરો જોવા-શણગારવાની વાત નહિ. જૈન સાધુ દીક્ષા લીધા પછી કોઈ દિવસ અરીસામાં પોતાનું મોટું જોતા નથી કે વાળ ઓળતા નથી કે હજામત કરાવતા નથી. સમયે સમયે લોચ કરે છે. સાધુને હવે રસોડે, ભાણે બેસીને જમવાનું હોતું નથી. ગોચરી વહોરી લાવવાની રહે છે. અથવા ઊભા ઊભા બે હાથમાં આહાર લેવાનો હોય છે. સાધુની ભાષા બદલાઈ જાય છે. તેઓ હવે કોઈ ગૃહસ્થને “આવો, પધારો' કે “આવજો' કહેતા નથી. માત્ર
૧૭૮ - જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org