________________
(૮) મનનિગ્રહ-ચિત્ત નિર્મળ રાખે (૯) પડિલેહણ કહે (૧૦) સંયમમાં રહે (૧૧) પરીષહ સહન કરે (૧૨) ઉપસર્ગ સહન કરે
૨૭ ગુણ આ સત્તાવીસ ગુણ જુદી જુદી રીતે ગણાવવામાં આવે છે અને એ રીતે સત્તાવીસ સત્તાવીસી પણ બનાવવામાં આવી છે.
જૈન ધર્મે સાધુઓનો આદર્શ ઘણો જ ઊંચો રાખ્યો છે. દુનિયાના વિવિધ ધર્મોમાં ગૃહજીવન છોડી, સાધુનો વેશ ધારણ કરી ત્યાગમય જીવન જીવનારા ઘણા છે, પરંતુ જે રીતે જૈન સાધુઓ પોતાનું દીક્ષિત જીવન જીવે છે એની તોલે દુનિયામાં કોઈ ન આવે. અંતરમાં સાચી દઢ શ્રદ્ધા અને મોક્ષાભિલાષા ન હોય તો આવા કષ્ટભય સાધુજીવનનો સ્વીકાર ન થઈ શકે. એટલે જ કહેવાયું છે કે જે સહન કરે તે સાધુ.
જીવ ઘરસંસાર છોડી દીક્ષિત થાય છે એ જીવનનું એક મોટું પ્રસ્થાન છે. “દીક્ષા' શબ્દની લૌકિક વ્યુત્પત્તિ કેટલાક આવી રીતે બતાવે છે : “દી” એટલે “ધનતા” અને “ક્ષાનો “ક્ષ' એટલે “ક્ષય.” દીનતાનો ક્ષય કરાવે એનું નામ દીક્ષા. દીક્ષા લીધા પછી જ્યારે સ્વાધીનતાનું સુખ અનુભવવા મળે છે ત્યારે દીનતાનો જીવનમાંથી આપોઆપ ક્ષય થઈ જાય છે. સાધુની સાધુતાની જે મસ્તી છે તેમાં દીનતા, લાચારી, પરાધીનતા ટકી શકે નહિ.
ગૃહસ્થ વ્યક્તિ જ્યારે મુનિપણાની દીક્ષા લે છે ત્યારે તેની પાસે કરેમિ ભંતે” સૂત્ર ઉચ્ચારાવાય છે. એમાં તે “સલ્વે સાવજ્જ જોગ પચકખામિ' બોલી સર્વ સાવદ્ય યોગમાં પચફખાણ લે છે. સાવધ યોગ એટલે દોષયુક્ત, પાપયુક્ત પ્રવૃત્તિ. મુનિપણાની દીક્ષામાં અહિંસા, સત્ય અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પંચ મહાવ્રત ધારણ કરવામાં આવે છે. સંયમ અને જીવદયાના પ્રતીકરૂપ રજોહરણ કે મોરપીંછી) એમને આપવામાં આવે છે. આ મહાવ્રતોનો ભંગ થાય એવી જે કોઈ પ્રવૃત્તિ તે સાવદ્ય યોગ. ગૃહસ્થ જીવનમાં કેટલીક પ્રવૃત્તિ અનિવાર્ય બને છે. માણસ ઘરમાં રહે છે અને એને પોતાનું ગુજરાન ચલાવવાનું હોય છે. સાધુને હવે પોતાનું ઘર હોતું નથી. તેઓ અણગાર બન્યા છે. સાધુનું જીવન એવી રીતે ઘડવામાં આવ્યું છે કે એ નાણાં વગર પોતાનું જીવન ચલાવી શકે છે. એમને રસોઈ કરવાની નથી હોતી. તેઓ ગોચરી વહોરી લાવીને પોતાના ઉપાશ્રયમાં આવીને વાપરે છે. તેઓ
નમો લોએ સવ્વસાહૂણે એક ૧૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org