________________
(૧૧) સહાય વા સંયમોપિ ઘારયન્તીતિ સાધવ – જે સંયમમાં સહાયક બને તે સાધુ.
આ બધી વ્યાખ્યાઓ પરથી જોઈ શકાશે કે તેમાં સાધુની સાધના અને તે પણ જ્ઞાનાદિ રત્નત્રયી વડે નિર્વાણ (મોક્ષ) માટેની સાધના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. સાધુની અન્ય એક મહત્ત્વની લાક્ષણિકતા તે જીવોને મોક્ષમાર્ગમાં સહાય કરવાની છે. એટલે સહાય કરે તે સાધુ એવી વ્યાખ્યા પણ અહીં આપવામાં આવી
આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે:
निव्वाणासाहए जोगे जम्हा साहन्ति साहुणो ।
समा य सव्वभूएसु तम्हा ते भावसाहूणो ॥ નિર્વાણસાધક યોગો (સંયમક્રિયાઓ) વડે જેઓ મોક્ષનું સાધન કરે છે અને સર્વ જીવો પ્રત્યે સમભાવ ધારણ કરે છે તેઓ એથી ‘ભાવસાધુ કહેવાય છે.]
- સાધુસંસ્થા ભારવર્ષમાં અનાદિ કાળથી છે. એટલે સાધુ માટે વખતોવખત જુદા જુદા પર્યાયવાચી શબ્દો પ્રયોજાય એ સ્વાભાવિક છે. જોકે તે પ્રત્યેક શબ્દમાં એની સૂક્ષ્મ અર્થચ્છાયા રહેલી છે, તોપણ તે સહજતાથી એકબીજાના પર્યાય તરીકે પ્રયોજાય છે. સાધુ માટે આવા કેટલાક શબ્દો છે : મુનિ, શ્રમણ, અણગાર, નિગ્રંથ, સંન્યાસી, ભિક્ષુ, ભિખુ), યોગી, ઋષિ, દીક્ષિત, મહાત્મા, માહણ, અવધૂત, મહાવ્રતી, સંત મહારાજ, નિરારંભ, અચલક, જ્ઞાની, તત્ત્વજ્ઞાની, ક્ષમાશ્રવણ, મુક્તાત્મા, સંયમ, મહાનુભાગ, તારક અકિંચન, વાચંયમી વગેરે. આવા એકસોથી અધિક શબ્દ “સાધુ' માટે પ્રયોજાયેલા જોવા મળે છે.
નવકારમંત્રમાં પંચપરમેષ્ઠિના કુલ ૧૦૮ ગુણ છે. તેમાં અરિહંતના બાર, સિદ્ધના આઠ, આચાર્યના છત્રીસ, ઉપાધ્યાયના પચ્ચીસ અને સાધુના સત્તાવીસ – એમ બધા મળીને ૧૦૮ ગુણ થાય છે.
સાધુ ભગવંતના ૨૭ ગુણ નીચે પ્રમાણે ગણવામાં આવે છે : (૧) પાંચ મહાવ્રતને પાળનાર (૨) રાત્રિભોજનનો ત્યાગ (૩) છકાય જીવની રક્ષા (૪) પાંચ ઇન્દ્રિય ઉપર સંયમ (૫) ત્રણ ગુપ્તિનું પાલન (૬) લોભ નિગ્રહ-લોભ ન રાખે (૭) ક્ષમા ધારણ કરે
૧૭૬
જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org