________________
પારખવાવાળા કેટલાક મહાત્માઓ પચાસ-સાઠ વર્ષની જિંદગીમાં સો વર્ષ જેટલું કાર્ય કરી જાય છે. તેઓ સમય બગાડતા નથી એ તો ખરું જ, પણ ક્યારેક તો એકસાથે બે કે ત્રણ કામ કરતા હોય છે કે જે સાથે સાથે થઈ શકે. ગાંધીજી મુલાકાતીની સાથે વાતો કરતાં કરતાં રેંટિયો કાંતતા. એકસાથે બે કામ કરવાનો એમને સારો મહાવરો હતો. આવો મહાવરો ઘણાંને હોય છે. અલબત્ત, એમ કરતી વખતે માણસની સ્વસ્થતા અને પ્રસન્નતા ન હણાવી જોઈએ. ભુલકણાપણું ન આવવું જોઈએ અને વિનયવિવેક ન ચૂકવા જોઈએ.
જે પ્રજા પોતાના માનવ-કલાકોનો બરાબર સદુપયોગ કરી લે છે તે પ્રજા શીઘ્રતાથી સમૃદ્ધિ પ્રાપ્ત કરી લે છે. સમાજવ્યવસ્થા અને અર્થવ્યવસ્થા બરાબર ગોઠવાયેલી હોય તો મનુષ્યને પોતાના કલાકોને સાર્થક કરવાનું સૂઝે છે ને આવડે છે. સમૃદ્ધ દેશોમાં માણસો પોતાના પ્રત્યેક કલાકનો વિચાર કરે છે. નિયમિતતા અને સમયપાલનની ચુસ્તતા પર ત્યાં ભાર મૂકવામાં આવે છે. બીજાનો સમય બગાડવાનો પોતાને અધિકાર નથી એવી પ્રામાણિક સભાનતા તેઓ ધરાવે છે. પછાત, અર્ધવિકસિત દેશોમાં ઠેર ઠેર માણસો નવરા બેઠા હોય છે, ગામગપાટા મારતા હોય છે અને નિંદાકૂથલીમાં કે ક્ષુદ્ર બાબતોમાં પોતાનો અને બીજાનો સમય વેડફી નાખતા હોય છે. એ વેડફાઈ જતા કલાકોનું આર્થિક બોજા વગરનું સ્વૈચ્છિક આયોજન જો થાય તોપણ કેટલાયે વિકાસકાર્યો સહેલાઈથી થઈ શકે. ગાંધીજીએ ગ્રામસફાઈ, પ્રૌઢશિક્ષણ, રાષ્ટ્રભાષાના વર્ગો વગેરે પ્રકારના રચનાત્મક કાર્યક્રમો બતાવી એનો અમલ કરાવ્યો હતો.
વર્તમાન વિશ્વ સમયની બાબતમાં ઉત્તરોત્તર વધુ સભાન થતું જાય છે. અવકાશ-સંશોધનમાં, અણુક્ષેત્રમાં, ક્ષેપકાસ્ત્રો (Missiles) વગેરેમાં કલાક અને મિનિટ ઉપરાંત સેકન્ડની પણ વિચારણા થાય છે. રમતગમતના વિક્રમોમાં સેકન્ડનો તફાવત મહત્ત્વનો બની જાય છે. ઔદ્યોગિક ઉત્પાદનોમાં સમય કેવી રીતે ઘટાડાય કે જેથી ઉત્પાદનની પડતર કિંમત ઓછી થાય અને નફો વધુ થાય એની વિચારણા થાય છે.
કાળની ગતિ સમ છે પણ મનુષ્યને એની ગતિ વિષમ લાગવાનો સંભવ છે. મિલનનો સમય ટૂંકો લાગે અને વિરહકાળ દીર્ઘ લાગે. દુઃખમાં દહાડા લાંબા લાગે. કેટલીક ઘટના વર્તમાનમાં જેટલી મોટી લાગતી હોય તે થોડો કાળ વીત્યા પછી કેવી ગૌણ કે ક્ષુદ્ર બની જાય છે ! ક્યારેક તો વહી ગયેલો કાળ જ નવી પરિસ્થિતિનો સાચો વાસ્તવિક ખ્યાલ આપે છે. એ પરિસ્થિતિની પહેલેથી ખબર હોત તો પોતે જે કાર્ય કર્યું તે ન કર્યું હોત. વળી એટલો સમય પણ બરબાદ ન
૨૫૨ જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org