________________
ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબ “નમસ્કાર મીમાંસામાં લખે છે : “પ્રથમ અક્ષરમય, પછી પદમય, પછી રૂપસ્થ અને છેલ્લે રૂપાતીત એ ધ્યાનનો ક્રમ છે. અક્ષરધ્યાન આકૃતિ અને વર્ણ ઉભય પ્રકારે કરાય છે. મંત્રનો દરેક અક્ષર પવિત્ર છે, કેમ કે તે વડે મંત્રદેવતાના દેહનું નિમણિ થાય છે. મંત્રનું આત્મા સાથે–આત્માની ચિત્તશક્તિ સાથે અનુસંધાન થવું તે શબ્દાનુસંધાન છે. અક્ષરમય ધ્યાન વડે શબ્દાનુસંધાન, પદમય ધ્યાન વડે અર્થાનુસંધાન અને રૂપસ્થ ધ્યાન વડે તત્ત્વોનુસંધાન થાય છે.” વળી તેઓ “નમસ્કાર મીમાંસા'માં લખે છે : “મંત્રદૃષ્ટિએ નમસ્કારનાં વર્ષો પરમ પવિત્ર છે. પવિત્ર પુરુષોના મુખમાંથી નીકળેલ છે અને પરમ પવિત્ર એવા પરમેષ્ઠિ પદને પમાડનારા છે. શબ્દશક્તિ અચિંત્ય છે; આ વર્ષો અભેદ-પ્રણિધાન કરાવનારા છે; ધ્વનિરૂપે અનાહત નાદ સુધી પહોંચાડનારો છે; અને જ્ઞાનરૂપે અવ્યક્ત એવા આત્મતત્ત્વને પમાડનાર છે. પ્રથમ વર્ષોચ્ચાર પછી વર્ણશ્રુતિ, ત્યારપછી અનાહત નાદ અને અંતે અવ્યક્તની પ્રાપ્તિ, એવો ક્રમ છે.'
નવકારમંત્રમાં માતૃકાઓનું ધ્યાન, એક એક અક્ષરનું અલગ અલગ ધ્યાન પણ મહત્ત્વનું અને આધ્યાત્મિક વિકાસમાં ઉપયોગી મનાયું છે. ધ્યાન ધરવામાં આગળ વધેલા મહાપુરુષો જ્યારે સંભેદ-પ્રણિધાન-પદ્ધતિથી નવકારમંત્રના કોઈ પણ એક અક્ષરનું ધ્યાન ધરે છે ત્યારે તેની સામે પોતાના આત્માને એકાકાર બનાવી દે છે. તેઓ તે અક્ષરમય બની જાય છે.
નવકારમંત્રના અડસઠ અક્ષરોનું ધ્યાન કુંડલિની શક્તિ જાગ્રત કરવા માટે પણ કરાય છે. અડસઠ અક્ષરોને કુંડલિની આકારે સાડા ત્રણ વર્તુળમાં ક્રમાનુસાર ગોઠવી એક પછી એક અક્ષરનું મૂલાધાર ચક્રમાં ધ્યાન ધરાય છે.
આમ, નવકારમંત્રના અડસઠ અક્ષરનું ધ્યાન અડસઠ તીરથની જાત્રા સમાન ગણાય છે. અડસઠ તીર્થનાં નામોની ગણના જુદી જુદી રીતે થાય છે. વળી તેનો પૂલ અર્થ ઉપરાંત આધ્યાત્મિક અર્થ પણ ઘટાવાય છે.) અડસઠ અક્ષરનું ધ્યાન ભવોદધિ કરવા માટે નૌકા સમાન ગણાય છે. નવકારમંત્રના અક્ષરો સંસારસાગરનો પાર કરાવનાર, મોક્ષપદનો દાતાર ગણાય છે. નવકારમંત્રના અક્ષરનું ધ્યાન આત્માને એના અક્ષર-સ્વરૂપમાં લઈ જાય છે અને અક્ષર (અક્ષય) પદ અપાવે છે.
નવકારમંત્ર આવો પરમ અદ્વિતીય મંત્ર ગણાતો હોવા છતાં આપણી આસપાસ નજર કરીએ તો જણાશે કે સંસારનાં અનેક મનુષ્યોને નવકારમંત્રની કંઈ જ ખબર નથી. શાસ્ત્રકારો કહે છે કે મંત્રમાં રહેલા મંત્રસ્વરૂપ અક્ષરોની જીવનમાં પ્રાપ્તિ થવી એ પણ પૂર્વના પુણ્યોદય વિના, તેવા પ્રકારના શુભ કર્મના ઉદય વિના શક્ય નથી. માણસ અનેકને નમવાની દ્રવ્યક્રિયા કરતો હોય અને છતાં નવકારમંત્રના
નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ
૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org