________________
शिरः पादादि संन्यासो द्रव्यसंकोच: भावसंकोचस्तु विशुद्धस्य मनसो नियोग इति । એટલે કે હાથ, મસ્તક, પગ વગેરેને સારી રીતે સંકોચીને રાખવાં તે દ્રવ્યસંકોચ અને તેમાં વિશુદ્ધ મનને જોડવું તે ભાવ-સંકોચ.
દ્રવ્ય સંકોચમાં શરીરનાં હાથ, મસ્તક અને પગ વગેરેના સંકોચનો નિર્દેશ કરવામાં આવ્યો છે. હાથ સીધા લાંબા હોય છે. શેરડીના સાંઠાની એને ઉપમા અપાય છે. બંને હાથને વાળીને છાતી આગળ લાવવા તથા બંને હથેળી અને દસે આંગળીઓ ભેગી કરવી તેને કરસંકોચ કહેવામાં આવે છે. મસ્તક સીધું, ઊંચું, સ્ટાર હોય છે. એને પર્વતના શિખરની ઉપમા આપવામાં આવે છે. મસ્તક છાતી તરફ નમાવવું એને શિરસંકોચ કહેવામાં આવે છે. બંને પગ ઊભા અને સ્થિર હોય છે. એને થાંભલાની ઉપમા આપવામાં આવે છે. બંને પગને ઘૂંટણથી વાળીને જમીનને અડાડવા તે પાદસંકોચ છે. આ રીતે હાથ, મસ્તક અને પગનો સંકોચ થતાં તે દ્રવ્ય નમસ્કારની મુદ્રા બને છે. બે હાથ, બે પગ અને એક મસ્તક એમ પાંચનો સંકોચ હોવાથી તેને પંચાગ પ્રણિપાત કહેવામાં આવે છે.
મનમાં નમ્રતા, લઘુતા, વિનય, ભક્તિ, આદરબહુમાન ઇત્યાદિ ભાવો સાથે આજ્ઞા અને શરણ સ્વીકારવાં તે ભાવસંકોચ. જેને નમસ્કાર મારે કરવાના છે તે મારા કરતાં ગુણો વગેરેમાં મોટા છે” એવો ભાવ આવ્યા વિના સાચો ભાવસંકોચએટલે કે ભાવનમસ્કાર થતો નથી.
નમોમાં દ્રવ્ય નમસ્કાર અને ભાવ નમસ્કાર હોય છે. દ્રવ્ય નમસ્કારમાં શરીરઈન્દ્રિયાદિના સંકોચની ક્રિયા રહેલી છે. એટલે કે એમાં કાયગુપ્તિ રહેલી છે. ભાવ નમસ્કારમાં મનના ભાવોના સંકોચની-અહંકાર, અવિનયાદિ દુભવોના ત્યાગ સહિત મનના સંકોચની ક્રિયા રહેલી હોવાથી એમાં મનોગુપ્તિ પણ રહેલી છે. “નમો’ના ઉચ્ચારણ સાથે અરિહંતાદિના ઉચ્ચારણ સિવાય કશું ઉચ્ચારણ ન હોવાથી એમાં વચનગુપ્તિ પણ રહેલી છે. આમ, “નમો’ પદ સાથે ત્રણ પ્રકારની ગુપ્તિ સંકળાયેલી
દ્રવ્યનમસ્કાર અને ભાવનમસ્કાર એ બંનેને ભેગા કરતાં ચાર ભાંગા થાય. (૧) દ્રવ્યનમસ્કાર હોય, પણ ભાવ નમસ્કાર ન હોય, (૨) ભાવ નમસ્કાર હોય, પણ દ્રવ્યનમસ્કાર ન હોય, (૩) દ્રવ્યનમસ્કાર હોય અને ભાવનમસ્કાર પણ હોય અને રુદ્રવ્યનમસ્કાર ન હોય અને ભાવનમસ્કાર પણ ન હોય. આ ચારમાં સર્વશ્રેષ્ઠ તે દ્રવ્યનમસ્કાર અને ભાવનમસ્કાર બંને જેમાં હોય છે. ફક્ત દ્રવ્યનમસ્કાર કરતાં ફક્ત ભાવનમસ્કાર હોય તો તે ચડિયાતો ગણાય. પરંતુ દ્રવ્યનમસ્કાર અનાવશ્યક કે નિરર્થક છે એમ ન સમજવું. દ્રવ્યનમસ્કારની પણ એટલી જ આવશ્યકતા છે.
નવકાર મંત્રમાં નમો પદનો મહિમા ક૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org