________________
દેશના આપતા હોય છે, તોપણ તેમની પ્રતિમા-પૂજા તો તેમના સિદ્ધ સ્વરૂપે જ કરવામાં આવે છે. જે તીર્થંકર ભગવાન હજુ નિર્વાણ નથી પામ્યા એવા વીસ વિહરમાન જિનેશ્વરોની તથા અનાગત તીર્થંકરોની પ્રતિમા પણ નિર્વાણ મુદ્રામાં જ કરવામાં આવે છે.
આમ, બધી દૃષ્ટિએ વિચારતાં અરિહંત અને સિદ્ધ એ બે પદ લગભગ એકબીજાના પર્યાય જેવાં હોવાથી નવકારમંત્રમાં અરિહંત પરમાત્માને પ્રથમ નમસ્કાર કરાય તે જ સર્વથા ઉચિત છે.
જગતના જીવોમાં કર્મની વિચિત્ર લીલાને કારણે અનંત પ્રકારનું વૈવિધ્ય જોવા મળે છે. એમાં એટલી જ અસમાનતા, વિષમતા, વિચિત્રતા રહેલી છે. સિદ્ધ દશામાં સર્વ જીવો સમાન છે. તીર્થંકર ભગવાન સિદ્ધ થાય કે સામાન્ય કેવલી સિદ્ધ થાય, તેમની સિદ્ધ દશામાં ઊંચનીચપણું કે અસમાનતા નથી. વ્યવહારમાં દાખલો આપવામાં આવે છે કે જેમ રાજા અને ભિખારીના જીવનમાં આભજમીનનો ફક હોય છે, પરંતુ મૃત્યુ પામ્યા પછી ચિતા પર ચડેલા બંનેનાં શબ વચ્ચે એવું કોઈ અંતર નથી તેમ જુદા જુદા જીવો ગમે તે પ્રકારનાં જન્મમરણ કરીને આવ્યા હોય અથવા ગમે તે ભેદે સિદ્ધગતિ પામ્યા હોય, પણ સિદ્ધ દશામાં તેઓ બધા સરખા જ છે. તેઓ સર્વ સરખું જ શિવસુખ અનુભવે છે.
કેવા પ્રકારના જીવો કેવી રીતે સિદ્ધગતિ પામે છે તેને આધારે સિદ્ધના પંદર પ્રકારો બતાવવામાં આવે છે. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે, ‘સિદ્ધા પળરવિહા પળાતા’‘નવતત્ત્વ પ્રકરણ'માં કહ્યું છે :
जिण अजिण तित्थऽतित्था
गिहि अन्न सलिंग थी नर नपुंसा ॥ पत्तेय सयंबुद्धा
वृद्धावोहिय इक्क- णिकवा य ॥
સિદ્ધોના પંદર પ્રકા૨ નીચે પ્રમાણે છે :
Jain Education International
(૧) તીર્થસિદ્ધ – તીર્થંકર પરમાત્માના શાસનકાળ દરમિયાન જે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા કેવળજ્ઞાન પામી સિદ્ધ થાય તે તીર્થસિદ્ધ કહેવાય. ઉ.ત. ગણધરો સર્વ તીર્થસિદ્ધ હોય છે.
(૨) અતીર્થસિદ્ધ – તીર્થંકર ભગવાન તીર્થની સ્થાપના કરે તે પહેલાં અથવા તીર્થનો વિચ્છેદ થઈ ગયા પછી જે સિદ્ધ થાય તે અતીર્થસિદ્ધ કહેવાય. ઉ.ત. ઋષભદેવ ભગવાનનાં માતા મરુદેવા અતીર્થસિદ્ધ કહેવાય છે.
(૩) તીર્થંકર સિદ્ધ (જિનસિદ્ધ) - જેઓ તીર્થંક૨૫દ પામીને, તીર્થં પ્રવર્તાવ્યા
સિદ્ધ પરમાત્મા ૧૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org