________________
આ ઉપરાંત બીજા ઘણા બધા ઉપાધ્યાય ભગવંતો થઈ ગયા છે એમણે જૈન શાસનને દીપાવ્યું છે. વસ્તુતઃ શાસનની પરંપરા જ્ઞાનદાનમાં અદ્વિતીય એવા ઉપાધ્યાય ભગવંતો દ્વારા જ સારી રીતે ચાલી શકે છે. એટલા માટે જ તેમને શાસનના સ્થંભભૂત તરીકે ઓળખાવવામાં આવ્યા છે.
આમ આચાર્ય નહિ પણ આચાર્ય જેવા, આચાર્ય ભગવંતને સહાયરૂપ, શ્રુતજ્ઞાનરૂપી રસાયન દ્વારા શિષ્યોને માતૃસમ વાત્સલ્યભાવથી સુસજ્જ કરી શ્રુતપરંપરાને ચાલુ રાખનાર, ક્ષમા, આર્જવ, માર્દવ ઈત્યાદિ ગુણોથી યુક્ત, નિરાકાંક્ષી નિરભિમાની, પચીસ-પચીસ જેટલા ગુણોથી યુક્ત એવા ઉપાધ્યાય ભગવંત જિનશાસનના આધારસ્થંભરૂપ છે. જૈન દર્શનમાં ઉપાધ્યાય ભગવંતનો આદર્શ ઘણો જ ઊંચો રહ્યો છે. એથી પંચપરમેષ્ઠિમાં, નવકારમંત્રમાં ઉપાધ્યાય ઉવઝાય ભગવંતનું સ્થાન અધિકારપૂર્વક યથાર્થ સ્થાને રહેલું છે. એમને જપ-તપ-ધ્યાનપૂર્વક કરાયેલો સાચો નમસ્કાર ભવભ્રમણ દૂર કરવામાં, મોક્ષપ્રાપ્તિમાં અવશ્ય સહાયરૂપ બને છે.
ઉપાધ્યાયપદની મહત્તા - ૧૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org