________________
મહેલની ટોચે પહોંચી ગયા છે, જેઓ જગતના જીવોને માટે મુક્તિમાર્ગનું અનુશાસન કરનાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે, તથા તેમના સર્વ પ્રયોજનો સિદ્ધ થયાં છે એવાં શ્રી સિદ્ધ પરમાત્મા મને મંગલરૂપ થાઓ.]
સિદ્ધ, પરમાત્મા માટે શાસ્ત્રકારોએ પર્યાયવાચક ભિન્નભિન્ન શબ્દો વિશિષ્ટ અર્થચ્છાયા સાથે પ્રયોજ્યા છે “સિદ્ધાણં બુદ્ધાણં'ની પહેલી ગાથામાં કહ્યું છે:
सिद्धाणं बुद्धाणं पारगयाणं, परंपरगयाणं .
लोएग्गमुवगयाणं नमो सया सव्वसिद्धाणं । આમ સિદ્ધ, બુદ્ધ, પારગત, પરંપરાગત, લોકાગ્રગત, મુક્ત, ઉમુક્ત, અજર, અમર, અચલ, અનંત, અક્ષય, અવ્યાબાધ, અશરીરી ઈત્યાદિ શબ્દો સિદ્ધ પરમાત્મા માટે પ્રયોજ્યા છે.
સિદ્ધ પરમાત્માઓ જે ગતિ પ્રાપ્ત કરે છે તે સિદ્ધગતિના પર્યાયરૂપ જુદા જુદા શબ્દો શાસ્ત્રકારોએ પ્રયોજ્યા છે. તે આ પ્રમાણે છે : (૧) મોક્ષ, (૨) મુક્તિ, (૩) - નિર્વાણ, જી સિદ્ધિસિદ્ધગતિનસિદ્ધિગતિ, સિદ્ધદશા, (૫) કૈવલ્ય, (૬) અપવર્ગ, (૭) અપુનર્ભવ, (૮) શિવ, (૯) અમૃતપદ, (૧૦) નિઃશ્રેયસ, (૧૧) શ્રેયસ, (૧૨) મહાનંદ, (૧૩) બ્રહ્મ, (૧૪) નિયણિ, (૧૫) નિવૃત્તિ, (૧૬) મહોદય, (૧૭) અક્ષર, (૧૮) સર્વકર્મક્ષય, (૧૯) સર્વદુઃખલય, (૨૦) પંચમ ગતિ.
આ બધી વ્યાખ્યાઓ ઉપરથી સિદ્ધ પરમાત્મા અને સિદ્ધિગતિનાં મહત્ત્વનાં લક્ષણો દર્શાવતાં શાસ્ત્રકારો કહે છે :
__णट्ठट्टकम्मबंधा अट्ठमहागुणसमण्णिया परमा
लोयग्गठिया णिच्चा सिद्धा ते एरिसा होंति જેઓએ આઠ કર્મોનાં બંધનો નષ્ટ કરી નાખ્યાં છે, આઠ મહાગુણોથી યુક્ત છે, પરમ છે, લોકાગ્રે સ્થિત છે તથા નિત્ય છે એવા સિદ્ધ પરમાત્મા હોય છે.] આચારાંગ સૂત્ર (૧/૫/૬)માં સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ વર્ણવતાં કહેવાયું છે:
सव्वे सरा नयट्टति तक्का जत्थ न विज्जई __ मइ तत्थ ण गाहिया, आए अप्पईठाणस्स खेयन्ने જ્યાંથી સર્વ શબ્દો પાછા ફરે છે (અર્થાત્ શબ્દો વર્ણન કરવાને સમર્થ નથી), જ્યાં તર્ક (કલ્પના) પહોંચી શકતી નથી, બુદ્ધિને જે ગ્રાહ્ય નથી એવી સિદ્ધાવસ્થા છે.
આવી સકલ કર્મથી રહિત અવસ્થામાં માત્ર ચૈતન્ય સંપૂર્ણ જ્ઞાનમય દશામાં બિરાજે છે. જીવને કર્મ અનાદિ કાળથી વળગેલાં હોય છે. સિદ્ધ ભગવંતો જ્યારથી કર્મરહિત થયા હોય છે, ત્યારથી એમની એ કર્મરહિત અવસ્થા પછી તો અનંત કાળ સુધી રહેવાની છે. એટલે સિદ્ધદશા સાદિ-અનંતના પ્રકારની હોય છે.
સિદ્ધ પરમાત્મા - ૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org