________________
છતાં આ ધ્વનિ પ્રગટ થાય છે. એ ધ્વનિ ભગવાન પોતે પોતાની ઇચ્છાથી પ્રકટ કરે છે એવું નથી. ભગવાનની ત્યારે કોઈ ઇચ્છા હોતી નથી, પરંતુ એ ધ્વનિ એમના દેહમાંથી સહજ રીતે પ્રગટ થાય છે. એ ધ્વનિ એમ કેવી રીતે પ્રગટ થઈ શકે એવો પ્રશ્ન થાય. એનો ઉત્તર એ છે કે ભવ્ય જીવોના પુણ્યના ઉદયથી તે દિવ્ય ધ્વનિ ભવ્ય જીવોને માટે પ્રગટ થાય છે. આ ધ્વનિ ૐકારરૂપી હોય છે અને તે સાંભળનાર સર્વ જીવોને અતિશય આહ્વાદ આપે છે. સાંભળનાર સર્વ જીવોના કલ્યાણરૂપ એ દિવ્ય ધ્વનિ હોય છે.
દિગમ્બર પરંપરા અનુસાર દિવ્ય ધ્વનિનો બીજો પ્રકાર તે સર્વમાગધી ભાષા છે. ભગવાન જ્યારે દેશના આપે છે ત્યારે ભવ્ય મનુષ્યોની પ્રચલિત લોકભાષામાં આપે છે, પરંતુ ભગવાનની વાણીની એ ચમત્કૃતિ હોય છે કે ત્યાં આવેલા દેવો, મનુષ્યો અને પ્રાણીઓ એ દરેકની પોતપોતાની ભાષામાં ભગવાનની એ દેશના રૂપાંતરિત થઈ જાય છે અને એથી ભગવાનની દેશના સર્વને સમજાય છે. યોગશાસ્ત્રમાં હેમચંદ્રાચાર્યે કહ્યું છે : નિનનનમાનત વનધર્માવવોધકરમ્ | ભગવાનની વાણીનો આ એક “અતિશય છે. સમવસરણમાં ભગવાનની દેશનારૂપી સર્વમાગધી ભાષામાં જ્યારે દિવ્ય ધ્વનિ પ્રગટ થાય છે ત્યારે ગણધરો ઉપસ્થિત હોય છે. એટલે કહેવાય છે કે ભગવાનનો સર્વભાષારૂપી દિવ્ય ધ્વનિ હંમેશાં ગણધરોની ઉપસ્થિતિમાં જ પ્રગટ થાય છે.
દિગમ્બર પરંપરા અનુસાર તીર્થકર ભગવાનનો સ્વભાવતઃ પ્રગટ થતો દિવ્ય ધ્વનિ ત્રણેય સંધિકાળમાં નવમુહૂર્ત સુધી અઅલિત નીકળે છે અને તે એક યોજન સુધી સંભળાય છે. પરંતુ સમવસરણમાં ભગવાનનો સર્વમાગધી-ભાષારૂપી જે દિવ્ય ધ્વનિ હોય છે તે ગણધરો, દેવો, ચક્રવર્તીઓ વગેરેના પ્રશ્નોના ઉત્તરરૂપે અન્ય કાળે પણ પ્રગટ થાય છે.
ભગવાનનાં સર્વાંગમાંથી પ્રગટ થતો દિવ્ય ધ્વનિ ૐકારરૂપી હોય છે અને એટલા માટે એ દિવ્ય ધ્વનિને અનક્ષરાત્મક કહેવામાં આવે છે, પરંતુ ભગવાન જ્યારે દેશના આપે છે ત્યારે તેમના મુખમાંથી પ્રગટ થતો દિવ્ય ધ્વનિ અક્ષરાત્મક હોય છે. ભગવાનના સમવસરણની જ્યાં જ્યાં જે રચના થાય છે તેમાં જે ભવ્ય મનુષ્યો આવેલાં હોય છે તે બધાંની કુલ ભાષાની સંખ્યા અઢાર અને લઘુભાષાની સંખ્યા સાતસો જેટલી હોય છે અને તે દરેકને ભગવાનની દેશના પોતપોતાની ભાષામાં પરિણમે છે. તદુપરાંત સમવસરણમાં આવેલાં જુદાં જુદાં પ્રાણીઓને ભગવાનની દેશનાની ભાષા પોતપોતાની ભાષાના રૂપમાં પરિણમે છે. શાસ્ત્રકારો ઉપમા આપતાં કહે છે કે જેમ આકાશમાં મેઘવર્ષા એક રૂપે જ હોય છે, પરંતુ નીચે આવ્યા પછી
૯૮ જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org