SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ એક સમયમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ ક્ષણમાં) વધુમાં વધુ કેટલા જીવો સિદ્ધગતિ પામી શકે? અને તે નિરંતર કેટલા સમય સુધી ? આ પ્રશ્નના ઉત્તરમાં નીચે પ્રમાણે બતાવવામાં આવે છે: (૧) એક સમયમાં એક, બે, ત્રણ એમ કરતાં વધુમાં વધુ બત્રીસ જીવો જો એક સાથે સિદ્ધગતિ પામે તો તે નિરંતર સતત આઠ સમય સુધી સિદ્ધગતિ પામી શકે. ત્યાર પછી અવશ્ય અંતર પડે. (૨) એક સમયમાં તે પ્રમાણે તેત્રીસથી અડતાલીસની સંખ્યા સુધી જીવો જો એક સાથે સિદ્ધગતિ પામે તો તે નિરંતર–સતત સાત સમય સુધી પામી શકે. ત્યાર પછી અવશ્ય અંતર પડે. (૩) એક સમયમાં તે પ્રમાણે ઓગણપચાસથી સાઠની સંખ્યા સુધી જીવો જો એક સાથે સિદ્ધગતિ પામે તો તે નિરંતર – સતત છ સમય સુધી પામી શકે. ત્યાર પછી અવશ્ય અંતર પડે. ) એક સમયમાં તે પ્રમાણે એકસઠથી બોતેરની સંખ્યા સુધી જીવો એક સાથે જો સિદ્ધગતિ પામે તો તે નિરંતર પાંચ સમય સુધી પામી શકે. ત્યાર પછી અવશ્ય અંતર પડે. (૫) એક સમયમાં તે પ્રમાણે તોંતેરથી ચોર્યાસીની સંખ્યા સુધી જીવો એક સાથે જો સિદ્ધગતિ પામે તો તે નિરંતર ચાર સમય સુધી પામી શકે. ત્યાર પછી અવશ્ય અંતર પડે. (૬) એક સમયમાં તે પ્રમાણે પંચાસીથી છનુની સંખ્યા સુધી જીવો એક સાથે જો સિદ્ધગતિ પામે તો તે નિરંતર ત્રણ સમય સુધી પામી શકે. ત્યાર પછી અવય અંતર પડે. (૭) એક સમયમાં તે પ્રમાણે સત્તાણુથી એકસો-બે (૧૦૨)ની સંખ્યા સુધી જીવો એક સાથે જો સિદ્ધગતિ પામે તો તેવી રીતે નિરંતર બે સમય સુધી પામી શકે. ત્યાર પછી અવશય અંતર પડે. (૮) એક સમયમાં તે પ્રમાણે એકસો ત્રણથી એકસો આઠની સંખ્યા સુધી જીવો એક સાથે જો સિદ્ધગતિ પામે તો તેવી રીતે ફક્ત એક સમયે જ સિદ્ધગતિ પામી શકે. ત્યાર પછી એટલે કે બીજે સમયે અવશ્ય અંતર પડે. આમ, કોઈ પણ એક સમયે જઘન્ય એક જીવ અને ઉત્કૃષ્ટ ૧૦૮ જીવ મોક્ષગતિ પામી શકે. અનંત કાળથી જીવો મોક્ષે જાય છે, તો પણ તેઓ સંસારી જીવોના અનંતમા ભાગના હોય છે. જ્યારે પણ આ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તેનો આ જવાબ હશે. સિદ્ધ પરમાત્મા જ ૧૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy