________________
નૃત્યશાળાઓ, ચૈત્યપ્રાસાદો, વાપિઓ, ધજાઓ, પુષ્પવાટિકાઓ, વેદિકાઓ, પૂતળીઓ, અષ્ટમંગલ, ધૂપઘટી, કળશ ઇત્યાદિની આઠ ભૂમિકામાં સુશોભિત રચનાઓ હોય છે. તેમાં મિથ્યાષ્ટિ અભવ્ય જીવો સાત ભૂમિકા સુધી પ્રવેશ કરી શકે છે.
દરેક ગઢમાં દરેક દિશામાં દ્વારપાળ કે દ્વારપાલિકા તરીકે દેવ-દેવીઓ હોય
પ્રથમ ગઢમાં પૂર્વના દ્વાર ઉપર તુંબરુ નામનો દેવ હોય છે. દક્ષિણ દિશામાં ખટ્વાંગી નામનો દેવ, પશ્ચિમ દિશામાં કપાલિ નામનો દેવ અને ઉત્તર દિશામાં જટામુકુટધારી નામનો દેવ હોય છે.
બીજા ગઢમાં પૂર્વ દ્વારમાં જયા નામની બે દેવીઓ, દક્ષિણ દિશામાં વિજ્યા નામની બે દેવીઓ, પશ્ચિમ દિશામાં અજિતા નામની બે દેવીઓ અને ઉત્તર દિશામાં અપરાજિતા નામની બે દેવીઓ દ્વારપાલિકા તરીકે હોય છે.
ત્રીજા ગઢમાં પૂર્વ દિશાના દ્વારમાં સોમ નામનો વૈમાનિક દેવ, દક્ષિણ દિશામાં યમ નામનો વ્યંતર દેવ, પશ્ચિમ દિશામાં વરુણ નામનો જ્યોતિષી દેવ અને ઉત્તર દિશામાં ધનદ નામનો ભુવનપતિ દેવ દ્વારપાળ તરીકે હોય છે.
પહેલા ગઢના પ્રતરમાં વાહનો માટેની વ્યવસ્થા હોય છે. બીજા ગઢના પ્રતરમાં સિંહ, વાઘ, બકરી, હરણ, મોર વગેરે તીર્થંચોને બેસવાની વ્યવસ્થા હોય છે. ત્રીજા ગઢના પ્રતરમાં મનુષ્યો અને દેવ-દેવીઓને માટે વ્યવસ્થા હોય છે.
ત્રીજા ગઢની ઉપર, સમભૂતલ પીઠની મધ્યમાં એક યોજન વિસ્તારવાળું અશોકવૃક્ષ હોય છે. તે ભગવાનના શરીરથી બાર ગણું ઊંચું હોય છે. પુષ્પો, પતાકાઓ, તોરણો અને છત્રથી અશોકવૃક્ષ શોભે છે.
અશોકવૃક્ષના મૂળમાં દેવો ભગવાનને ઉપદેશ આપવા માટે ચાર દિશામાં ચાર સિંહાસનની રચના પાદપીઠસહિત કરે છે. આ સિંહાસનો અને પાદપીઠો સોનાથી બનાવેલાં અને રત્નોથી જડેલાં હોય છે.
આવા દિવ્ય સમોવસરણમાં ભગવાન સૂર્યોદય સમયે દેવતાઓ સાથે, સુવર્ણકમળ ઉપર પગ મૂકીને ચાલતા આવે છે અને પૂર્વ દ્વારમાંથી પ્રવેશે છે. તે વખતે દેવતાઓ સિંહનાદ વડે જયજયકાર કરે છે.
સમવસરણમાં ભગવાનના પ્રવેશ પછી પૂર્વ દિશાના દ્વારથી પ્રવેશ કરીને અગ્નિ દિશામાં પહેલાં ગણધરો, ત્યાર પછી કેવલીઓ અને એમ અનુક્રમે મન:પર્યવત્રાનીઓ, અવધિજ્ઞાનીઓ, ચૌદ પૂર્વધરો અને અન્ય સાધુઓ, ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દઈને બેસે છે. તેમની પાછળ કલ્પવાસી દેવીઓ અને સાધ્વીઓ
૮૬
જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org