________________
સર્વથા મુક્ત રહ્યા છે તેનું કારણ તેમની અભ્યાસનિષ્ઠ અને વસ્તુનિષ્ઠ પદ્ધતિ છે. કેવળ ભાવના, ભક્તિભાવ ને અહોભાવને બદલે તેઓ જે વિશે લખવાનું હાથ ધરે છે તેના મૂળમાં જાય છે. ક્યાંય પણ અહોભાવ કે બીજા અભિનિવેશનો ભોગ બન્યા વગર નિતાન્ત પારદર્શક તટસ્થ દૃષ્ટિએ મૂળમાં જ ઊંડા ઊતરે છે. તટસ્થ અને સાતત્યપૂર્ણ અભ્યાસ-પરિશીલનથી તેમને આ ઉપલબ્ધિ સહજરૂપમાં સિદ્ધ થઈ છે.
આ લખનારને કથાસાહિત્યના અભ્યાસ અને રસને કારણે જૈનસાહિત્યનું પરિશીલન કરવાનું સદ્ભાગ્ય મળેલું તે ઉપરાંત અહિંસા યુનિવર્સિટીનાં બંધારણ અને પાઠ્યક્રમ નિશ્ચિત કરવાની સમિતિના સભ્ય તરીકે તથા જૈનધર્મના ડિગ્રી તથા ડિપ્લોમાના ઓન લાઈન અભ્યાસ માટેની સમિતિમાં કામ કરવાનું તથા એ નિમિત્તે લખવાનું થયેલું. એ સમયે લાગ્યું હતું કે જૈનદર્શન વિશે ઘણું લખાયું છે, મહત્ત્વના સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનાં ભાષાન્તરવિવરણાદિનું ઘણું કામ થયું છે પરંતુ અહિંસા અને જૈનધર્મપરના ડિપ્લોમા અને ડિગ્રી કોર્સના અભ્યાસક્રમને દૃષ્ટિમાં રાખી પાઠ્યપુસ્તકના રૂપમાં વિશેષ કશું લખાયું નથી. આથી તો ખાસ સમિતિ દ્વારા જૈનધર્મ ઓન-લાઈન માટે જૈનધર્મના મુખ્ય સિદ્ધાંતો, સૂત્રો, સ્વાધ્યાયો, ધર્મગ્રંથો, કથાસાહિત્ય, આચારધર્મ વિશે અધિકરણો પણ લખાવવાનો ઉપક્રમ યોજાયો અને આ લખનારે તેમાં જૈનકથાસાહિત્ય પર અધિકરણ લખેલું, જે અનુસંધાનમાં પ્રકાશિત થયું છે. મને લાગે છે ડૉ. રમણલાલ ચી. શાહનું આ પુસ્તક, જૈનધર્મ, દર્શન, આચાર, જીવનદર્શન વિશેનાં પાઠ્યપુસ્તકની ઊણપને દૂર કરે છે. આ પ્રકારના કોઈ પણ અભ્યાસ માટે આ પુસ્તક પાઠ્યપુસ્તક ને સંદર્ભગ્રંથ તરીકે સૂચવાય એવું છે. હું તો ઇચ્છું કે પુસ્તકના રૂપમાં આ ઉપલબ્ધ બને છે તે કોઈ સંસ્થાના માધ્યમે ડિજિટલ સી. ડી. રૂપે પણ ઉપલબ્ધ બને અને એમાં ડૉ. રમણલાલ ચી. શાહના જિનતત્ત્વ' શ્રેણીના, આ ગ્રંથમાં લઈ શકાયા નથી તે અભ્યાસલેખો પણ સમાવી લેવામાં આવે.
મનગમતા અભ્યાસક્ષેત્રના વિષયમાં વિહાર કરવાનું મને મળ્યું એ માટે શ્રી ૧ મુંબઈ જૈન યુવક સંઘનો તથા પ્રો. જશવંત શેખડીવાલા અને ડૉ. ધનવંત શાહનો આભાર માનું છું અને સ્વ. ડો. રમણભાઈ ચી. શાહના આત્માને વંદન કરું છું.
ઇયત્તા અને ગુણવત્તા એ બંને દૃષ્ટિએ સ્વ. ડો. રમણલાલ શાહનું સાહિત્ય એટલું વૈવિધ્ય-સભર અને જીવન સાથેના સીધા જ અનિવાર્ય અનુબંધવાળું છે કે એમનાં સાહિત્યને વિષયાનુસારી ગ્રંથશ્રેણીમાં મૂક્યાં અને ધર્મસાહિત્યનું સંપાદન કરવાનું મારા ભાગે આવ્યું ને મારાં સૂઝ-શક્તિ પ્રમાણે આ કાર્ય મેં કર્યું, પરંતુ એ કરતાં મારા મનમાં અનેક પ્રશ્નો, અલબત્ત સંપાદન પરત્વે, ઊડ્યા અને મૂંઝવણભર્યા પણ બન્યા. પરંતુ એ પછી ડૉ. ધનવંતભાઈ શાહે જ્યારે આના બે ભાગ કરવાનું નક્કી કર્યું અને તે માંહેનો એક ગ્રંથ ડૉ. જિતેન્દ્રભાઈ શાહ કરે એવું નક્કી કર્યું. ત્યારે મનનો ભાર ઊતરી ગયો.
२३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org