________________
વિર–પ્રવચન
[૧૯.
વાત કરીશું પ્રથમ આપણે જેનધર્મ વિષે ઉપલક દૃષ્ટિએ વિચાર કરી જઇએ કે તે શું વસ્તુ છે? તેમાં કયા કયા નવિન વિષય છે કે જે વિષે અન્ય મતમાં ભાગ્યેજ એકાદ હરફ પણ ઉચ્ચારાયો હોય. વળી વર્તમાન સમયે જૈનદર્શન વિષે વિદ્વાનને શે મત છે અને તેમાં કેટલે સત્યાંશ રહેલું છે
જૈન ધર્મ અર્વાચીન નથી પણ પ્રાચીન છે–
થોડા વર્ષ પહેલાં એ માન્યતા ચાલતી હતી કે જેનધર્મ એ બૌદ્ધધર્મ કે બ્રાહ્મણ ધર્મની એક શાખા છે અને તેના પ્રચારક શ્રી મહાવીર છે અને તેના તો નાસ્તિકતાને પેદા કરનારા છે. પણ અભ્યાર્સે અને શોધખોળે આ વાતને જુઠી પાડી છે અને સાબીત, કરી આપ્યું છે કે માત્ર બુદ્ધ કે બ્રાહ્મણુધર્મના પુસ્તકોના વાંચનું ઉપરથી અને જેનધર્મ સંબંધી કઈ પણ જ્ઞાન નહિ ધરાવનાર વિદ્વાનની આ ઉપજાવી કાઢેલી કલ્પના જ હતી, વળી એ કલ્પના. પર એ૫ ચઢાવનાર કેટલાક વિદ્વાન શ્રી મહાવીર તેમજ બુદ્ધના કેટલાક તત્તમાં મળતાપણું જોઈ એમ કરવા લલચાયા હતા. પણ આજે એ બધું અદ્રશ્ય થઈ ગયું છે. પશ્ચિમાત્ય વિદ્વાને પણ માનવા લાગ્યા છે કે જૈનધર્મ એ એક જુદોજ ધર્મ છે જે બૌદ્ધ કે બ્રાહ્મણ ધર્મની હરિફાઈમાં અડગ ઉભો રહી શકે તેમ છે અને પ્રાચીન છે તેને પિતાને નિરાળો સંદેશ જગતને પહોંચાડવાનો પણ છે; એટલું જ નહિં પણ આત્મા અને વિશ્વ વિષેના તેના મંતવ્યો જેમાં વિચિત્ર લાગે તેવા છતાં યુક્તિયુક્ત છે. સમજમાં આવી શકે છે.
તર્કશાસ્ત્રની દૃષ્ટિયે જોતાં એની ચાદ્દવાદની થીયરી કઈ જૂદીજ રીતે તરી આવે છે. વિશ્વરચના પરત્વેના પ્રકરણમાં તે દલીલપૂર્વક આગળ વધે જાય છે અને આચારમાં એના નિયમો નીતિશાસ્ત્રની ઝીણામાં ઝીણી પરીક્ષાને પણ વટાવી જાય તેવા છે. આ રીતે દરેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com