________________
વીર-પ્રવચન
[ ૧૭
વચનની ખાત્રી કરવા યત્ન કરેા. ટંકશાળી વચનેને જરાપણ ભય નથી. ભય અસત્યને છે. સત્ય તા સર્વાંદા યવતુ જ વર્તે છે. આમ છતાં કેટલીક વાતા જૈનધર્મીમાં પણ એવી છે કે જે પ્રત્યક્ષ પ્રમાણથી સાબીત નથી કરી શકાતી, વળી ખીજી કેટલીક અતિશય ઝીણી હાવાથી સ્થુળદ્રષ્ટિ જીવોને સમજવી દુષ્કર છે એટલે આવી બાબતો પરત્વે અત્યારે આપણે એ આસ પુરૂષના કથનમાં વિશ્વાસ રાખીને જ આગળ વધવાનું રહ્યું. દુન્યવી નિયમ છે કે જેની પદર વાત સાચી હાય તેની સોળમી પણ સાચી હોય જ; છતાં આપણાથી ન સમજાય તે એમાં આપણી જ કંઈ કસુર થતી હોવી જોઈએ એ નિશ્ચિત છે. પ્રથમ દર્શને દરેક વસ્તુનું યથાર્થ સ્વરૂપ ન જ સમજાય. વળી કેટલીક આંખોને સમજવા સારૂ સારા પ્રમાણમાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયે પરામ પણ જોઇએ. જે અભ્યાસ વગર તે કર્માક્ષય વિના ન સંભવી શકે; તેથી પણ શ્રદ્ધાની આવશ્યક્તા પુરવાર થાય છે.
જૈનધર્મની કેટલીક માન્યતાઓ—
(૧) જૈનધમ પ્રમાણે આ જગતની રચના ઈશ્વરે નથી કરી પણ તે અનાદિકાળથી છે; છતાં કાળપ્રભાવે તેમાં વૃદ્ધિ-ક્ષય થતાં રહે છે.
(૨) કેટલાક શેાધકના મત અનુસાર અત્યારની દુનિયા આસ્ટ્લિયા સાથે છ ખંડ જેટલી જ છે, જે જૈનધર્મ પ્રમાણે ખરૂં નથી. આ છ ખંડ ધરતી એ જંબુદ્રીપનામા વિશાળ એટને ભારત રિકે ઓળખાતે, અને તે પણુ અપૂર્ણ ભાગ માત્ર છે. એ ભરત જેવા તે કેટલાયે બીજા ક્ષેત્રા ‘ જંબુમાં છે અને ઉપરાંત જંબુદ્રીપ જેવા સંખ્યાબંધ દ્વીપ અને એને ફરતાં મેટા સમુદ્રો છે. વળી એ સવ થાળીના આકારે ગાળ છે. વળી કેટલાક પૃથ્વિને સૂર્યની આસપાસ ફરતી માને છે તે વાત પણ અત્રે મંજુર નથી. ધરતી જેવા પદાર્યને ગતિ કરતા માનવાનું કંઈ કારણ નથી. એમાં કલ્પનાજાળપર અવલંબી
ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com