________________
૧૬]
વીર-પ્રવચન વિરલા મનુષ્યાઃ' આવી ઉચ્ચકોટિના પુરૂષોનું જ્ઞાન એ સત્ય અને કોઈપણ જાતના પૂર્વાપર વિરેાધ વગરનું હોઈ શકે છે. આપ્ત વાક્ય પણ તેમના જ મનાય. કેરડાના વૃક્ષ પાસે જઈ કલ્પવૃક્ષના ફળની માગણી કરવાથી ઓછું તે પ્રાપ્ત થવાનું હતું! સાગરને પાર પામવાના છેકે લાકડાના નાવને આશ્રય લેવો ઘટે. પથરનું નાવ આશ્રય તે આપે નહીં પણ પોતે દુબે અને આશ્રય લેનારને પણ ડુબાડે.
વધુ વિસ્તારનું કંઈ પ્રયજન રહેતું નથી. જેનાગમમાં આ સંબંધી ઘણું પુસ્તકે સંસ્કૃત-પ્રાકૃતમાં વિદ્વાન પુરૂષના રચેલા મૌજુદ છે. ગુજરાતી ભાષામાં પણ એ સંબંધી લખાણ છે. એ બધાને પાર પામવાનું વિદ્વાનને સોંપી આપણે બ્રાહ્મણત્વ ત્યાગી જૈનત્વ સ્વીકારનાર પ્રખર વિદ્વાન શ્રીમદ્ હરિભદ્રસુરિના વચન અનુસારેગ, દ્વેષ અને મેહાદિ દૂષણથી રહિત અને જ્ઞાન, દર્શન ચારિત્રાદિ અનુપમ ગુણોથી સહિત, જે કોઈપણ દેવ તરીકે પૂજાને પાત્ર હોય તે તે જન ભગવાન જ છે માટે તેજ શુદ્ધ દેવ છે. તેમણે સ્થાપન કરેલ ધર્મ તેજ શુદ્ધ ધર્મ છે અને કેવળ મોક્ષની જ અભિલાષાથી તેનું પાલન કરનાર, પંચ મહાવ્રતને ધરવાવાળા સંસારત્યાગી સાધુ મહાત્માઓ તેજ શુદ્ધ ગુરૂ છે” એ વાત પર અચળ શ્રદ્ધા ધરીએ.
આ પ્રશંસનીય શ્રદ્ધા એનું બીજું નામ સમ્યક્ત્વ. આ “સમ્યકત્વનામ અપૂર્વ નાવ વગર આપણાથી જૈનધર્મના અગાધ જ્ઞાનરૂપી સાગરમાં પ્રવેશ કરવાનું બની શકે નહીં, એટલે પ્રથમથી જ આપણા હૃદયમાં એનું સચેટ રીતે સ્થાપન કરી લઈએ જેથી પછી આગળ પ્રયાણ કરવું શ્રેયકારી થઈ પડે. એ વસ્તુનું યથાર્થ સ્વરૂપ તે અનુભવી જ જાણી શકે; આપણે પુરૂષ વિશ્વાસે વચન વિશ્વાસ” રૂ૫ સૂત્ર જોઈ ગયા. એને અર્થ એવો નથી કરી લેવાનો કે કોઈપણ બાબત વિષે જાતે વિચારવું પણ નહિં અગર જરા મગજને તન્દી પણ ન આપવી. તે પછી પ્રાપ્ત થયેલ બુદ્ધિને અર્થ શું? ખુદ ભગવાનના વચને છે કે તમારી શક્તિ પહોંચે ત્યાં લગી દરેકે દરેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com