Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૩૫
સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ] - વીર પ્રભુએ છ છ માસને તપ કર્યો, તે આપણી મુક્તિ કેટલામા ભવે થશે? તે નહિ જાણનારા આપણે જેવા જીએ તે તપશ્ચર્યા જરૂર કરવી જ જોઈએ. આ કહેલ તપની બીના પૂજ્ય શ્રી ભદ્રબાહુ સ્વામિજીએ શ્રી આવશ્યક સૂત્રની નિર્યુક્તિમાં વિસ્તારથી સમજાવી છે.
તથા અધ્યવસાય પ્રમાણે બદ્ધ ધૃષ્ટ નિધત્ત અવસ્થામાં કર્મો જેમ સમયે સમયે બંધાય છે તેમ કોઈ વખત નિકાચિત અવસ્થાવાળાં કર્મો પણ બંધાય છે, ને તે નિકાચિત કર્મોને નાશ પણ તપશ્ચર્યાથી જ થઈ શકે છે.
તથા એ તપના બાહ્યપ અને અભ્યન્તર તપ એવા બે ભેદ છે. જેમાં અનશન-ઊને દરિકા વૃત્તિસંક્ષેપ-રસ ત્યાગ -કાય કલેશને સંલીનતા એ ૬ પ્રકારને બાહ્ય તપ છે. અને પ્રાયશ્ચિત્ત-વિનય–વૈયાવૃત્ય–સ્વાધ્યાય-ધ્યાન ને કાત્સર્ગ એ ૬ પ્રકારને અત્યંતર તપ છે. આ તપથી મુશ્કેલી ભરેલા કાર્યો પણ સાધી શકાય છે. તથા સુવર્ણ પુરૂષાદિ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. વળી અભ્યતર તપના છ ભેદમને જે ધ્યાન તપ છે તે એક ધ્યાન તપના પ્રભાવે સ્વદિકની ત્રાદ્ધિઓ પણ મળે છે (૧) ઈલાચી કુંવરે ઉપશમ વિવેક સંવર એ ત્રણ પદના ધ્યાન રૂ૫ વાથી પાપ કર્મ રૂપ પર્વતને ભેદીને આઠમા દેવલોકની (સહસાર દેવેલેકની) ઋદ્ધિ મેળવી. (૨) તપથી ભયંકર રોગને પણ નાશ થાય છે. જુઓ આયંબિલ તપના પ્રભાવે શ્રીપાલ રાજાને કઢ રોગ નાશ પામ્યો. (૩) બ્રાહ્મણ સ્ત્રી બાલક ગાય એમ ચારની હત્યા કરનાર (જાન લેનાર-મારનાર) દઢ પ્રહારી