Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૧૨૨
[ શ્રી વિજયપધસૂરિકૃતનિર્ણય કર્યો હતો કે જંબૂ કુંવર સિવાય બીજાને પરણવું જ નહિ, માતા પિતાના તીવ્ર આગ્રહથી જંખ કુંવરને ઈચ્છા નહિ છતાં પણ પાણિગ્રહણ કરવું પડયું. ત્યાર બાદ નિષ્કામી જંબૂકુંવર વાસ ઘરમાં ગયા. ત્યાં આઠે સ્ત્રીઓએ મોહ પમાડનારી આઠ કથાઓ કુંવરને કહી સંભળાવી પણ તેની અસર લગાર પણ ન થઈ. ઉલટી કુંવરે વૈરાગ્ય ભાવને વધારનારી બીજી સુંદર આઠ કથાઓ કહી. આ રાત્રિના સમયે પાંચસો ચરની સાથે પ્રભવ ચાર અહીં ચોરી કરવા આવ્યું હતું. તેની પાસે તાલેદ્દઘાટિન અને અવસ્થાપિની નામની બે વિદ્યા હતી. કુંવરના પુણ્યથી આકર્ષાયેલા કેઈ દેવતાએ તે સર્વ ચોરોને ખંભિત કરી દીધા. જેથી તે લગાર પણ ચાલી શકતા નથી. મુખ્ય ચાર પ્રભવ વિચારમાં પડયે કે આ શું થયું ? મને લાગે છે કે આ બધું કુંવ૨ના પ્રભાવથી જ થયું છે. ધન્ય આ કુંવરને, કે જે છતી ઋદ્ધિ સિદ્ધિને ત્યાગ કરીને છતી ભેગ સામગ્રીને પણ ત્યાગ કરે છે. હવે મારે પણ આજથી આ ચેરીને નીચ
છે શા માટે કરે જોઈએ? એમ વિચારી પ્રભવે તે તમામ હકીકત જણાવીને વિનંતિ કરી કે આપ મને સ્તભિની વિદ્યા આપે. તેને બદલામાં હું આપને મારી બે વિદ્યા આપું છું તે આપ કૃપા કરીને સ્વીકારે. આના જવાબમાં કુંવરે શાંતિથી જણાવ્યું કે મારી પાસે ખંભિની વિદ્યા છે જ નહિ. કેઈ દેવતાએ તમને ખંભિત કર્યા હોય એમ સંભવે છે. મારે તમારી વિદ્યા જોઈતી નથી. કારણ કે હું આવતી કાલે સંયમને ગ્રહણ કરવા ચાહું છું. સંયમ સાધના રૂપ ઉત્તમ વિદ્યા જ મેક્ષને આપી શકે છે. તારી