Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૫૯૪
[ શ્રી વિજયપધસૂરિકૃતથાય, પણ હું મારું વ્રત મૂકીશ નહિ. આવા દઢ પરિણામ વાળા તથા સમતા ભાવવાળા મુનિની આગળ તે દેવે પ્રત્યક્ષ થઈ મુનિને વ્યાધિ સંહરી લીધો અને પ્રશંસા કરી અપરાધની ક્ષમા માગી. પછી તે દેવે ગુરૂને પૂછયું કે આ મુનિને સાધુઓની ભક્તિ કરવાનું શું ફળ મળશે? ત્યારે ગુરૂએ કહ્યું કે તેણે જિનનામને નિકાચિત બંધ કર્યો છે. તે સાંભળી દેવ સ્વર્ગમાં ગયે. મુનિ પણ બહુ વર્ષો સુધી વ્રત પાલીને સમાધિ પૂર્વક કાલધર્મ પામી બારમા દેવલેકમાં મોટા દેવ થયા. ત્યાંથી એવી મહાવિદેહમાં તીર્થકર થઈ મોક્ષના અક્ષય સુખને પામશે. આ વાતને યાદ રાખીને ભવ્ય જીએ પૂર્ણ ઉલ્લાસથી મુનિ ભક્તિનો લાભ લઈ તીર્થકર પદવી જોગવી સિદ્ધિના સુખને મેળવવી, એ આ કથાને સાર છે. સોળમા વૈયાવચ્ચ પદના આરાધક શ્રી જિમ્તકેતુ
રાજાની કથા. દક્ષિણ ભારતમાં પુષપુર નામે નગરમાં જયકેતુ નામે રાજા હતું. તેની જયમાળા રાણીથી જિમૂતકેતુ નામે સ્વરૂપવાન પુત્ર થયે. તે સર્વ કળાએ ભણુને યુવાવસ્થા પામે. સદ્દગુણને લીધે સર્વ લેકને પ્રિય થયે. તેની બુદ્ધિ તથા શૌર્યથી ચારે તરફ કીર્તિ ફેલાઈ. કુમારના ગુણની સ્તુતિ સાંભળી રત્નસ્થળપુર નગરના સુરસેન રાજાની પુત્રી યશોમતી કુમારની ઉપર અનુરાગવાળી થઈ. તેણે તેને જ વરવાની પિતાની ઈચછા જણાવી, તે ઉપરથી રાજાએ સ્વયંવર મંડપ