Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
શ્રી શીલધ દીપિકા ]
૬૦૭
୧
વધારવા માટે દરરાજ શાંત વાતાવરણમાં રહીને આ પ્રમાણે નિર્મલ ભાવના ભાવે છે કે—હૈ જીવ ! નિજ ગુણુ રમણુતાના સંપૂર્ણ આનદને ભગવનારા સિદ્ધ ભગવતા જ્યાં રહે છે તે સિદ્ધશીલા (૧) સમયક્ષેત્ર, (ર) સીમંતક નરકાવાસ અને (૩) ઉડુ વિમાનના જેવડી છે. એટલે ચારે પદાથી લખાઇમાં અને હેાળાઇમાં ૪૫ લાખ ૪૫ લાખ ચેાજન પ્રમાણુ છે. અનુત્તર વિમાન વાસી દેવાને આ સિદ્ધ શિલા ફક્ત ખાર ચેાજન છેટે છે છતાં તેઓ સર્વ વિરતિ ચારિત્રના અભાવે જ માક્ષમાં જઇ શકતા નથી. કારણ કે મનુષ્ય ભવ સિવાય મીજા ભવામાં સર્વ વિરતિ ચારિત્ર હાય જ નહિ. આવા મહા દુર્લભ ચારિત્રને પામીને તું તેની સાધનામાં લગાર પણ પ્રમાદ કરીશ નહિ. શીલ ધર્મ રૂપી પાયા લગાર પણ ડગુમગુ ન થાય, તે તરફ દરરાજ પલે પલે કાળજી રાખજે. કારણ કે તેજ શીલથી ચારિત્ર ધર્મને ટકાવી શકાય છે. અને અંતે મેાક્ષના સુખ પણ મેળવી શકાય છે. આવી શુભ વિચારણાથી (૧) દેવકીના છ પુત્રાદ્રિલપુરમાં
૧ (૧) જંબુદ્રીપ, (ર) અપ્રતિષ્ઠાન નરકાવાસ, (સાતમી નરકના પાંચ નરકવાસ છે, તેમાં ચાર દિશામાં ચાર નરકાવાસ છે અને અપ્રતિષ્ઠાન વચમાં છે. એજ પ્રમાણે વિજયાદિ પાંચની પણ ગોઠવણી સમજવી.) (૩) પાલક વિમાન, (૪) સર્વો`સિદ્ધ વિમાન આ ચારે પદાર્થો લંબાઇ પહોળાઈની અપેક્ષાએ લાખ લાખ યાજન પ્રમાણ છે. એવી રીતે (૧) એક જીવના પ્રદેશેા, (૨) ધર્માસ્તિકાયના પ્રદેશા (૩) અને ધર્માસ્તિકાયના પ્રદેશેા, (૪) લેાકાકાશના પ્રદેશ.
આ ચારે પદાર્થો એક સરખા પ્રમાણુવાલા છે એટલે એક જીવના અસખ્યાતા પ્રદેશેા છે તેટલાજ ત્રણે પદાર્થાના પ્રદેશે જાણવા.