Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૬૧૬
[ શ્રી વિજયપધ્રસૂરિકૃતપદાર્થનું પાંત્રીસમે દિવસે વીર્ય બને છે. પાકા ચાળીસ શેર (આપણુ બે મણ) ભેજનમાંથી એક શેર લેહી બને છે. અને તે એક શેર લેહમાંથી બે રૂપિયા ભાર વીર્ય બને છે. રોજ બશેર અનાજ ખાનાર માણસ પણ એક મહિનામાં દેઢ મણ જ ખોરાક લઈ શકે છે. આમાંથી આખા મહિનાની કમાણું રૂપ દેઢ તે જ વીર્ય બને છે.
અમર્યાદિત પ્રવૃત્તિ કરીને દરરોજ તેટલા પ્રમાણની સાતમી ધાતુને દુર્વ્યય કરનાર પોતાની જિંદગીનું દેવાળું કાઢે છે, એમાં નવાઈ શી? (૪) વીર્ય એ શરીરનું શ્રેષ્ઠ તત્ત્વ છે. બલ વિગેરેને પિષનાર છે. જેમ દૂધમાં ઘી રહ્યું છે તે રીતે શરીરમાં તે ફેલાઈને રહ્યું છે. જેમ રસ વિનાને તે શેરડીને સાંઠ નિ:સત્વ જણાય છે તેવું જ વીર્યહીન શરીર સમજવું. (૫) વીર્ય પાતમાં મનુષ્યનું પતન છે. શિવ સંહિતામાં કહ્યું છે કે વીર્યપાતથી બહુ બૂરી રીતે મરણ થાય છે, વીર્યરક્ષામાં જ જીવનનું રહસ્ય સમાયેલું છે. માટે કાળજીપૂર્વક વય રક્ષા જરૂર કરવી જોઈએ.
બ્રહ્મચર્યના પ્રતાપે હનુમાન વિગેરે મહામુશ્કેલી ભરેલા કાર્યો પાર પાડી શક્યા છે. બ્રહ્મચર્ય જ સર્વ પુરૂષાર્થનું મૂળ છે. તેમજ તેજ જીવનમાં આરોગ્ય અને સુખ પણ દે શકે છે. બ્રહ્મચર્ય અકાળે આવતા ઘડપણને અને મરણને અટકાવે છેબ્રહ્મચારી પોતે હષ્ટપુષ્ટ બળવાન હોય છે. અને તેથી તેની સંતતિ પણ તેવી જ થાય છે. બ્રહ્મચારી પુરૂષ લાંબા આઉખાવાળે, તીવ્ર યાદ શક્તિને ધારણ કરનાર, સાચું બેલનાર, જિતેન્દ્રિય અને ધર્મિષ્ઠ થાય છે. પરમ ઉલ્લાસથી ધર્મની સાધના ગની સાધના કરી શકે છે. બ્રહ્મચર્ય જીવન એ નીડર જીવન છે. પૂર્ણ યશ-કીતિની