Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
[ શ્રી વિજયપધસૂરિકૃતઆ પ્રમાણે શ્રાવકના બારે વ્રતની બીના બહુ જ ટુંકામાં જણાવી દીધી. તેને વિસ્તાર જાણવાની ઈચ્છાવાલા ભવ્ય જીએ ગુરૂગમથી શ્રી દેશવિરતિ જીવન નામને ગ્રંથ સમજવું જોઈએ. નિવૃત્તિ પ્રધાન શ્રી જેન્દ્ર શાસનમાં વ્રતધારી શ્રાવકોને ગણ્યા છે તેઓ પણ શ્રાવક ધર્મની આરાધનાના શુભ સંસ્કારથી ભવિષ્યમાં સર્વ સંયમ સાધવાને જરૂર લાયકાત ધરાવે છે. એમ આનંદાદિ શ્રાવકોના જીવનથી જાણી શકાય છે. આ શ્રાવક વ્રત દીપિકામાં અનુપયેગાદિ કારણે ભૂલ થઈ હોય, તેની શ્રી ગુરૂ દેવની સાક્ષીએ માફી માગું છું. તપિગાધિપતિ પરમપકારી ગુરૂ મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય વિજયપઘસૂરિએ અમદાવાદમાં વિ. સં. ૧૯૭ ના આસો સુદિ પાંચમને દિવસે દેવ ગુરૂ ધર્માનુરાગી બાર વ્રતધારી શ્રાવક શેઠ ભગુભાઈ ચુનીલાલ સુતરીયાની વિનંતિથી આ શ્રાવક વ્રત દીપિકાની રચના કરી. ભવ્ય છેઆ ગ્રંથને વાંચીને, સમજીને, દેશવિરતિ ધર્મને પામીને, અને પરિણામે સંપૂર્ણ સંયમની સાધના કરીને સિદ્ધિના સુખ પામે.
છે સમાપ્ત
区区区区区区