Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 666
________________ શ્રી શ્રાવકત્રતદીપિકા ] ૬૩૩ આ વ્રતના પાંચ અતીચાર:-૧ કામ વિકારને વધારનારી કુચેષ્ટા કરવી. ૨ કામ વાસના વધારનારી વાત કરવો. ૩ વાચાલપણું. ૪ ખપ કરતાં વધારે અધિકરણા તૈયાર કરી રાખવાં. ૫ ભાગ ઉપભાગની સામગ્રી ખપ કરતાં વધારે તૈયાર રાખવી. આ વ્રતનું લ-પાપમય કાર્યોમાંથી ખચવુ, અશુભ કમના બંધ ન થાય વિગેરે અને પરભવમાં સ્વર્ગાદિનાં સુખ મળે. ઉદા॰ આ વ્રત નહિ પાલવાથી ચિત્રગુપ્ત ઘણી આકરી વેદનાઓ લાગવી નરકમાં ગયે. છઠ્ઠું સાતમુ અને આઠમું એ ત્રણ ગુણવ્રત કહેવાય છે કારણ કે આ ત્રણે ત્રતા પહેલાં જણાવેલા પાંચ અણુત્રતાને ગુણુ કરનારાં છે. હવે બાકીના ચાર (વારંવાર સેવવા લાયક) શિક્ષાત્રતા કહેવાય છે. નવમું સામાયિક વ્રત. અઃ—જેથી સમતાના લાભ એટલે રાગ દ્વેષના ત્યાગ થાય, અથવા નિર્મલ જ્ઞાન દર્શન ચારિત્રને લાભ જેનાથી થાય તે સામાયિક કહેવાય. આ સામાયિક દરરાજ અમુક સંખ્યામાં કરવાને નિયમ કરવા તે આ નવમા વ્રતનું રહસ્ય છે. આ વ્રતનાં પાંચ અતીચાર:—૧ સામાયિકમાં ઘરકામ વિગેરે સંબંધી ખરાબ વિચાર કરવા. ૨ સામાયિકમાં કઠાર,

Loading...

Page Navigation
1 ... 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678