Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૧૪
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
શ્રી મલ્લિનાથ રાજીમતી વિગેરેના દષ્ટાંત જાણવા રાજીમતીનુ આયુષ્ય ૯૦૧ વર્ષનું હતું તે ૪૦૦ વર્ષ ગૃહસ્થ ભાવે અને એક વર્ષ છદ્મસ્થપણે અને ૫૦૦ વર્ષ કેવલી સ્વરૂપે વિચર્યાં. શ્રી મલ્લિનાથને દીક્ષા લીધા પછી તેજ દિવસે અને શ્રી નેમિનાથને ૫૪ દિવસ પછી કેવલજ્ઞાન થયું. આ છદ્મસ્યકાલની આછાશમાં શીલ જ કારણ છે. ૪ એક માણસ તે રીતે ( દ્રવ્યથી ને ભાવથો ) શીલ ન પાલે. આવા વા દુનિયામાં ઘણાં દેખાય છે. વિશેષ મીના શ્રી ભાવના કલ્પલતામાં વિસ્તારથી જણાવી છે. આ પ્રમાણે બહુ જ ટુંકામાં જૈન દૃષ્ટિએ શીલનું સ્વરૂપ જણાવ્યું. ગ્રંથ માટા થઈ જાય તેથી વિશેષ મીના અવસરે જણાવીશ. જેમાં મૈથુન દોષની પુષ્ટિ કરી હાય તે ધર્મ જ ન કહેવાય.
વિવિધ દૃષ્ટિએ બ્રહ્મચર્યની જરૂરિયાત
(૧) શરીરના ભાગે પણ આત્માનું ભલું ચાહનારા ભવ્ય જીવા આત્મ દૃષ્ટિવાળા કહેવાય છે. તેઓ શીલધર્મની સાધના કરવાથી આ લેાકમાં લાંબુ આયુષ્ય મજબૂત સંઘયણુ સારી આકૃતિ તેજ મહાપરાક્રમ નિર્દોષ આરાગ્ય વિગેરે ફ્લે। જાણીને, અને પરલેાકના સિદ્ધિપદ વિશાલ દેવતાઇ ઋદ્ધિ વિગેરે લને જાણીને બ્રહ્મચર્યનું પાલન કરે છે. તથા જેએ શરીરને જ કાળજીથી સાચવે છે, તે શરીર ષ્ટિવાલા જીવાએ પણ બ્રહ્મચર્ય જરૂર પાળવું જોઇએ, કારણ કે રાગને જીતનારા સાત કારણેામાં બ્રહ્મચર્ય ને મુખ્ય કારણુ કહ્યું છે. શ્રી સ્થાનાંગ સૂત્રમાં નવ કારણથી રાગની ઉત્પત્તિ જણાવી, તેમાં પણ અખાને ( મૈથુનને) ગણ્યું છે. ભલેને કાઇ આઠ કારણેાના ત્યાગ કરતા હાય પણ નવમા કારણને તજવામાં અમર્યાદિત ( સ્વચ્છંદી ) હાય, તા તે. આરાગ્યને પામી શકે