Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૬૦૨
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
કે જિનેશ્વરની વાણી સર્વ જીવા સ્હેલાઈથી સમજી શકે તેવી અને અધ માગધી ભાષામાં હાવાથી આગમા પણ પ્રાકૃત ભાષામાં જ રચાયેલાં છે. જે પ્રાણી ભાવથી આગમની ભક્તિ કરે તેને અંધત્વ, જડત્વ તથા દુર્ગતિ મળતી નથી અને જે આગમની આશાતના કરે તે પ્રાણી દુર્ગતિના દુ:ખા ભાગવે છે વિગેરે શ્રુત ભક્તિના મહિમા સાંભળી રાજાએ ગુરૂની પાસે શ્રુત જ્ઞાનની ભક્તિ કરવાના નિયમ 'ગીકાર કર્યો. ત્યાર પછી તેણે કેટલાક દિવસ ગૃહસ્થપણે રહીને શ્રતજ્ઞાન અને શ્રુતજ્ઞાનીની દ્રવ્ય ભાવથી વિધિ સહિત ભક્તિ કરી. શ્રુતજ્ઞાનની વિશેષ ભક્તિ કરવાની જિજ્ઞાસાવાળા રાજાએ પેાતાના મેાટા પુત્રને રાજ્યગાદી સોંપી શ્રી અમરચંદ્ર મુનિની પાસે ચારિત્ર લીધું. સત્તર ભેદે સંયમનું પાલન કરતાં અગીઆર અંગ ભણી ગીતાર્થ થયા. તે રાશ્રિતધરાની ઉત્સાહપૂર્વક વિશેષ ભક્તિ કરવા લાગ્યા.
એક વખતે રત્નચૂડ મુનિ ગુરૂ સાથે ભારતીપુરપત્તને આવ્યા. તે વખતે ઇશાનાધિપતિ મુનિની પરીક્ષા કરવા માટે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી મુનિ પાસે આવ્યા. મુનિને કહેવા લાગ્યા કે પ્રાકૃત ભાષામાં રચેલા આગમે તજી સંસ્કૃત ભાષામાં લખેલા આગમા ભણે! કે જેથી આત્માનું કલ્યાણુ થાય ત્યારે મુનિએ કહ્યું કે જિનાગમની નિંદા કરી પાપથી શા માટે ભરાય છે. આગમની નિંદા કરનાર પ્રાણી અતિ આકરાં કર્મ બાંધી મૂંગાં અને અજ્ઞાની થાય છે. હલકી ચેનિમાં જન્મ પામે છે. એ પ્રમાણેનાં મુનિનાં વચનથી પ્રસન્ન થએલા ઇશાનેન્દ્ર પ્રગટ થયા. મુનિને વાંદીને સ્તુતિ કરી.