Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
શ્રી વિશતિસ્થાનકપ્રદીપિકા ]
૫૧
રચ્ચે. તેમાં સર્વ દેશના રાજા તથા કુમારાને આમંત્રણ આપ્યું. જિમ્મૂતકેતુ કુમાર પણ પેાતાને આમન્ત્રણ મળવાથી ત્યાં જવા નીકળ્યેા. પરંતુ માર્ગમાં સિદ્ધપુર નગર પાસે આવતાં કુમારને એકદમ સૂછી આવી. બધા પરિવાર ઉદાસ થયા. અનેક પ્રકારના ઐષધ તથા મંત્રાપચાર કર્યા છતાં નકામા ગયા. તેવામાં ત્યાં અકલંક દેવ આચા પધાર્યા. તેમના પ્રભાવથી કુમારની મૂર્છા ચાલી ગઇ. તે કુમાર તત્કાળ તેમને વાંદવા ઉઠયા. વિધિ પૂર્વક વંદન કરી વિનયપૂર્વક તેમની સામે બેઠા.
ગુરૂના ઉપદેશ સાંભળી તથા પેાતાને મૂર્છા આવવાનું કારણુ ગુરૂમુખેથી સાંભળી કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી વૈરાગ્ય પામી કુમારે ગુરૂ પાસે દીક્ષા લીધી. પણ પેાતાના પતિએ ચારિત્ર લીધાનું સાંભળી યÀામતિએ ચારિત્ર લીધું. જિમ્મૂતકેતુ મુનિ ગુરૂ પાસે વિનયપૂર્વક અગિઆર અંગ ભણ્યા.
એક દિવસે ગુરૂ પાસે વીસસ્થાનક પદના મહિમા સાંભળતાં એમ જાણ્યુ કે “ જે ભવ્ય જીવા જિનેશ્વરાદ્રિક વીસ સ્થાનકને સમ્યકત્વ પૂર્વક વિધિ સહિત એકાગ્ર ચિત્તે આરાધે છે તે તીર્થકર પઢવીને પામે છે, તેમાં પણ સેાળમા વૈયાવચ્ચ પદનું આરાધન તેવું જ પ્રભાવશાલી છે.
આ આરાધન ગુરૂ સંઘ ગ્લાન તપસ્વી વગેરે દશને અન્નપાન ઔષધ વગેરેના દાન (લાવી આપવા) વડે થાય છે. તેથી જિનનામ કર્મના નિકાચીત બંધ પડે છે.
79