Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૩૭ર
[ શ્રી વિજયપધસૂરિક્તઅક્ષરાર્થ:-કફથી ભરેલું સ્ત્રીનું મુખ કયાં? અને અમૃતના ખજાના જેવું ચન્દ્રનું બિંબ કયાં? તે પણ મંદ બુદ્ધિવાળા પુરૂ એ બેને એક સરખા માને છે. (એટલે સ્ત્રીના મુખને ચન્દ્રની ઉપમા આપે છે. એ વ્યાજબી નથી.) ૭૭
સ્પષ્ટાર્થ-સ્ત્રીના મુખમાં થુંક અને બળખા જેવા મલિન અને દુર્ગછનીય પદાર્થો ભર્યા છે. ચામડીમાં રૂધિર માંસ ભર્યા છે, અને તે મોટું હાડકાંના ઘણું કકડા મલીને બનેલું છે. તેથી ઘણું બિભત્સ છે. ફક્ત ઉપરના ચામડીના સુંવાળા ભાગને લઈને જ મૂઢ જીવેને તે (મેટું) સુંદર લાગે છે, ને અંદરનો ભાગ તે ઉપર કહ્યા મુજબ દુર્ગધભય છે. ચંદ્રનું બિંબ શીતલ છે અને લેક વ્યવહારથી એમ કહેવાય છે કે સુખકારી અમૃતથી ભરેલું હોવાથી સોહામણું લાગે છે, છતાં કામી જને સ્ત્રીના દુધમય મુખને ચન્દ્રની ઉપમા આપે છે, એટલે કામી જને સ્ત્રીના મુખને ચન્દ્ર સરખું સુખકારી માને છે, તેથી ખરેખર તેઓની બુદ્ધિની તુરછતા જણાય છે. જેમ છાણાને ઘેબર સરખું કહેવું, કાદવને ચંદન લેપ કહે, અને માટીના ઢેફાને રત્ન કહેવું એ મૂર્ખાઈ છે તેમ સ્ત્રીના મુખને ચન્દ્ર સરખું કહેવું એ પણ મૂર્ખાઈ જ છે.
પ્રશ્ન સ્ત્રીના મુખને ચન્દ્ર સરખું માનવામાં કામી જનની મૂર્ખાઈ કઈ રીતે? કારણ કે કામી જનો જ એ પ્રમાણે માને છે એમ નથી, પરંતુ છ એ દર્શનમાં થયેલા