Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૫૪૬
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
વતની ભક્તિ આગળ ત્રણ લેાકનુ સામ્રાજ્ય પણ શા હિસાબમાં છે? કયા મૂર્ખ હાથીને વેચીને ગધેડા ખરીદે. મને પ્રભુ ભકિત સિવાય ખીજી કોઇ વસ્તુ રૂચતી જ નથી, ત્યારે દેવીએ કહ્યું કે હું આવી તારી નિ:સ્પૃહતા જોઇને પ્રસન્ન થઈને તેને વરદાન આપું છું કે થાડાક દિવસેામાં જ આ જ નગરના તું રાજા થઇશ. એમ કહી દેવી સ્વગમાં ગઇ.
દેવપાલ પશુ પ્રભુની ભકિત કરીને ઘેર આવ્યા. શેઠે અહુમાનથી પારણુ કરાવ્યું, તેવામાં ત્યાં ક્રમસાર નામના મુનિને કેવલજ્ઞાન થયું. તેના દેવાએ મોટા ઉત્સવ કર્યાં. નગરના લેાકેા તથા સિંહુરથ રાજા મેાટી ઋદ્ધિ સહિત વંદન કરવા ગયા. ત્યાં કેવલી ભગવતની વૈરાગ્યમય દેશના સાંભળી એષ પામેલા સિ'રથે પૂછ્યું કે હે પ્રભુ! મારૂં હવે કેટલું આયુષ્ય બાકી છે, ત્યારે કેવલી ભગવંતે કહ્યું કે હવે તમારૂ આયુષ્ય ફકત ત્રણ દિવસ જ બાકી છે. ત્યારે રાજા પશ્ચાત્તાપ કરતા ખેલ્યા કે અરેરે! મારૂં આયુષ્ય રાજ્ય કારભારમાં અને વિષય વિલાસામાં ફોગટ ગુમાવી દીધું. હવે મારૂ શું થશે ત્યારે કેલીએ કહ્યું કે ત્રણ દિવસમાં તે ઘણું કામ (આત્મહિત) કરી શકીશ. કારણ કે કરોડ વર્ષની તપસ્યા કરતાં જે પુન્ય થાય તેટલુ પુણ્ય પાંચ મહાવ્રતધારી સાધુ અન્તર્મુહૂત માં મેળવે છે. માટે હાલ તા સમકિત સાથે ખાર વ્રત ગ્રહણ કરા. રાજાએ થી તેમ કર્યું, રાજા ઘેર આવી વિચારવા લાગ્યા કે મારૂં આયુષ્ય થાતું છે મારે પુત્ર નથી તેા આ રાજ્ય અને પુત્રી કાને