Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૫૮૦
[ શ્રી વિજયપધ્ધસૂરિકૃતમારી પ્રભાવતીને દેખતી કરી તેથી તેને અર્ધ રાજ્ય મળ્યું અને રાજાએ તેને રાજકુમારી પરણાવી જમાઈ બનાવ્યા.
ધનદેવને રાજ્ય મળ્યાની અને તે જીવતે હોવાની વાત સાંભળી તેના માતપિતા વગેરે તે ખુશી થયા પણ ધરણ ખેદ પામી તેનો નાશ કરવાને વિચાર કરી માતપિતાની રજા લઈ ભાઈને મળવા આવ્યું. સરળ સ્વભાવી ધને તેની પૂર્વની વાત ન સંભારતાં તેને પિતાની પાસે રાખે અને ઘણું સન્માન આપવા લાગ્યો.
એક વખત ધરણે એકાન્તમાં રાજા પાસે જઈને કહ્યું કે હે મહારાજ! તમે જેને જમાઈ કર્યો તે તે અમારા ગામને ધન નામે ચંડાળ છે. આ સાંભળી ક્રોધી બનેલા રાજાએ ધરણને રજા આપી. અને ધનદેવને ગુપ્ત રીતે મારી નાંખવાને વિચાર કર્યો. મધ્ય રાત્રીએ ધનદેવને બોલાવવા માણસ મોકલ્યો અને માર્ગમાં મારાઓને “તમે તેને આવે ત્યારે મારી નાખજે” એમ કહીને તૈયાર ગોઠવી રાખ્યા. પરંતુ જેનું આયુષ્ય બળવાન હોય તેને શું થાય? ધનને રાજાને માણસ બોલાવવા આવ્યો ત્યારે ધરણુ આગ્રહ કરી ધનદેવને બદલે રાજા પાસે ચાલ્યા. રસ્તામાં મારાઓએ તેને મારી નાખે, તે મરીને સાતમી નરકે ગયે. આમાંથી શીખામણ મળે છે કે બીજાનું ખરૂં ચિંતવતાં પિતાનું જ ભૂરું થઈ જાય, માટે કેઈનું પણ બૂરૂં ચિંતવવું નહિ.
આ ધરણની સર્વ હકીકત સાંભળી રાગ્ય આવવાથી