Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
શ્રી વિશતિસ્થાનકપ્રદીપિકા ]
૫૮૯
આપી. દેશનાને અંતે રાજાએ નમ્રતાથી ગુરૂને પૂછ્યું કે હે સ્વામી! મારા પુત્ર સ* કળામાં નિપુણ છે પણુ ધર્મ કળામાં જડતિ છે. આ મારા પુત્ર ક્યારે પણ ધર્મ પામશે કે નહિ? ત્યારે ગુરૂએ કહ્યું કે હે રાજન! તું ખેદ કર નહિ. જીવેા પેાતાના કર્મના વશથી ધમી કે અધમી થાય છે. માટે ભવિતવ્યતા પરિપકવ થશે ત્યારે તે પણ ધર્મ રૂચિવાળા જરૂર થશે, એટલું જ નહિ પરંતુ આજ ભવમાં ચારિત્ર લઇ ત્રીજે ભવે તીર્થંકર થઈ માક્ષે જશે.
ગુરૂના વચનથી વંરાગ્ય પામી રાજાએ કનકકેતુને ગાદી સાંપી પોતે દીક્ષા લીધી, નિર્મળ ચારિત્ર પાળી કેવલ જ્ઞાન પામી માક્ષે ગયા. કનકકેતુએ પણ ન્યાયપૂર્ણાંક પ્રજાનું પાલન કર્યું. અને અનેક પ્રકારના વિષય સુખા ભાગળ્યાં. એક દિવસે તેના શરીરમાં તીવ્ર દાહેજવર ઉત્પન્ન થયા. તેથી નિદ્રા રહિત ઘણી વેદના ભાગવા લાગ્યા. અનેક ઉપચારો કર્યો છતાં તેના વ્યાધિ શાંત થયેા નહિ. એક દિવસે મધ્ય રાતે તેણે કાઇના મુખથી એક àાક સાંભળ્યેા. જેના ભાવાર્થ એ હતા કે ‘સર્વ જીવેાની પ્રવૃત્તિ ઘણુ કરીને સુખને માટે હાય છે પરંતુ તે સુખ ધર્મ વિના મળતું નથી. અનેતે ધર્મ પાપના કાર્યાં છેડવાથી જ કરી શકાય છે.' તાત્પર્ય એ કે સુખની ઈચ્છાત્રાળા ભન્ય જીવાએ ધર્મની સાધના જરૂર કરવી જ જોઈએ. આ શ્વક સાંભળી તીવ્ર વ્યાધિથી પીડાતા કનકકેતુએ વિચાર્યુ કે જો મારા વ્યાધિ શાંત થશે તેા અનેક આરભથી ભરેલા આ રાજ્યના ત્યાગ કરી સવારમાં હું દીક્ષા ગ્રહણુ કરીશ. આવા શુભ વિચાર માત્રથી જ તેના વ્યાધિ તરત
•