Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
શ્રી વિશતિસ્થાનપ્રદીપિકા ]
પ ધરણના પ્રપંચને નહિ જાણનાર બને તે બાબત હા પાડી, અને માતપિતાની રજા લઈને પરદેશ ચાલ્યા. રસ્તામાં ધરણે મોટા ભાઈને કહ્યું કે સંસારમાં સુખ ધર્મથી મળે કે પાપથી મળે? ત્યારે ધને કહ્યું કે ધર્મથી સુખ, અર્થ ભેગ મળે છે, અને છેવટે સ્વર્ગ અને મક્ષ પણ મળે છે. ત્યારે ધરણે કહ્યું કે તારું કહેવું છેટું છે. કેમકે અધર્મથી જ લેક સુખી જણાય છે. બંનેએ વિવાદમાં એવી શરત કરી કે લોકોમાં આપણે બંનેમાં જેની વાત સાચી ઠરે તે બીજાની આંખે કાઢી લે. આગળ જતાં એક ગામ આવ્યું, ત્યાં કેઈ નાસ્તિક અજ્ઞાની માણસને પૂછયું. જવાબમાં તે નાસ્તિકે કહ્યું કે અધર્મથી સુખ મળે છે. ધર્મ તે ભેળા લેકેને ઠગવા માટે પ્રપંચ રૂપ છે. મોટે ભાઈ ઇન શરતમાં હારી ગયે તેથી ધરણે ભાઈના નેહને ન ગણકારતાં તેની બંને આંખે કાઢી લીધી ત્યાંથી આગળ જતાં એક જંગલ આવ્યું, તેમાં ધનને એકલો મૂકી ધરણ છાને માને ઘેર પાછો ગયો અને કપટ ભાવે વિલાપ કરી કહેવા લાગે કે રસ્તામાં વાઘે મારા ભાઈ ધનને ફાડી ખાધો અને હું નાસીને આવતો રહ્યો. આ વાત સાંભળી ધનના માતપિતા તથા સ્ત્રીએ ઘણું રૂદન કર્યું અને ધરણ તો મનમાં બહુ જ રાજી થઈ ગયે.
પુણ્યોગે વનમાં રહેલા ધનને વનદેવતાએ દીવ્ય અંજન આંજીને દેખતે કરી દીધું. તેથી ધને તેની સ્તુતિ કરી એટલે વનદેવતાએ તેને દીવ્ય અંજન આપ્યું. તેનાથી ધને સુભદ્રપુરના અરવિંદ રાજાની આંધળી થઈ ગએલી રાજકુ