Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૧૮૪
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
વખતે તે નગરના ઉદ્યાનમાં ચાર જ્ઞાની ચક્રેશ્વર નામના આચાર્ય સમવસર્ગો, ઉદ્યાનપાળકે ગુરૂ પધાર્યાની ખબર આપવાથી રાજા પિરવાર સાથે ઠાઠમાઠથી ગુરૂને વંદન કરવા ગયા. માર્ગમાં રાજાએ સમતા રસથી ભરપુર, નેત્રને આનદ આપનાર, સુવર્ણ સમાન કાંતિવાળા એ મુનિઓને કાઉસગ્ગમાં રહેલા જોયા. યુવાવસ્થામાં આવા દુષ્કર વ્રતનું પાલન કરતા તે એને જોઇ રાજા વિસ્મય પામ્યા. પછી ગુરૂ ચક્રેશ્વરસૂરિની પાસે આવી વંદન કરી ચૈાગ્યાસને બેસી તેમને પૂછ્યુ` કે મેં માર્ગોમાં આવતા બે સુકુમાર દેહવાળા અને યુવાન વયવાળા સાધુએને જોયા. તેમણે શા કારણથી ચારિત્ર ગ્રહણ કર્યું તે કૃપા કરીને કહેા.
ગુરૂએ તે બંનેનું ચારિત્ર લેવાનુ કારણ વિસ્તારથી રાજા આગળ જણાવ્યું જેના ટુક સાર એ હતા કે તે અને જણાએને એવી વિચિત્ર સ્વભાવવાળી સ્ત્રીએ મળી હતી કે જેમનાં ચરિત્ર જાણીને તે ખનેને સંસાર ઉપર વૈરાગ્ય ભાવ થયા હતા અને તેથી ખનેએ સ્ત્રીએથી કંટાળીને દીક્ષા લીધી હતી.
ત્યાર પછી રાજાએ આચાર્ય ને પૂછ્યુ કે તમે શા કારણથી દીક્ષા લીધી ? ત્યારે ગુરૂએ કહ્યું કે ગૃહવાસમાં રહેવાથી સર્વથા છાય જીવાનુ` રક્ષણ થઈ શકતુ નથી. કારણ કે ઘર, ઘંટી પ્રમુખથી મહા પાપારભ થાય છે. તેથી છક્કાય જીવાની હિંસા થાય છે. વળી એક વખતના સ્ત્રી સભાગથી નવ લાખ જીવાની હિંસા થાય છે. થુન સેવનથી