Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૫૮૨
[ શ્રી વિજયપધ્ધસૂરિકૃતઅગિઆરમા આવશ્યક પદના આરાધક શ્રી
અરૂણદેવની કથા. આ ભરતક્ષેત્રમાં મણિમંદિર નામના નગરમાં મણિ શેખર નામે રાજા હતા. તેને અરૂણદેવ નામે પુત્ર હતો. આ અરૂણદેવે યુવાવસ્થામાં પરદેશ જઈ અનેક જાતનાં પરાક્રમ કરી વિદ્યાધરને હરાવી ઘણે ઋદ્ધિ મેળવી હતી તથા વિદ્યાધર પુત્રી શાન્તિમતી સાથે પાણિગ્રહણ કર્યું હતું. મણિશેખર રાજાએ દીક્ષા લીધી ત્યારે અરૂણપ્રભ રાજા થયે તે ન્યાય પૂર્વક રાજ્યનું પાલન કરવા લાગ્યો. તેને પદ્મશેખર નામે પુત્ર હતો.
અરૂણદેવ એક વખત ઉદ્યાનમાં ફરવા ગયે. ત્યાં શાંત મુદ્રામાં રહેલા રાજષિ મુનિને જોયા. તેમને જેવાથી અરૂણ દેવને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેમની દેશના સાંભળી વૈરાગ્ય પામી પુત્રને રાજ્ય સેંપી રાજાએ અને રાણીએ ચારિત્ર લીધું. શાન્તિમતીએ પણ તેમજ કર્યું. અરૂણુદેવ મુનિ બાર અંગે ભણ્યા. નિરતિચાર પણે ચારિત્ર પાળી કર્મને નાશ કરવા લાગ્યા.
એક વાર ગુરૂના મુખથી વીસ સ્થાનકને મહિમા સાંભળે, તેમાં અગ્યારમા આવશ્યક પદને અંગે આ પ્રમાણે સાંભળ્યું—“જે કઈ સામાયિકાદિ ષડાવશ્યક ત્રિકરણ શુદ્ધ શુદ્ધ ઉપગથી આરાધે તે જિનનામ કર્મને બાંધે છે. સામાયિકથી સંયમ નિર્મળ થાય છે. ચતુર્વિશતિસ્તવથી સમક્તિ શુદ્ધ થાય છે. વંદનથી ગુરૂજનની સેવાભક્તિ થાય