Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૫૫૮
[ શ્રી વિપરિતઆ ધર્મ કેણે કહ્યો છે ત્યારે મુનિએ કહ્યું કે સર્વજ્ઞ એવા તીર્થકર ભગવંતે કહ્યો છે. જિનદત્તે ફરીથી પૂછયું કે તે તીર્થકર પદ કઈ રીતે મળી શકે? ત્યારે મુનિએ કહ્યું કે અરિહંત વિગેરે વીસ સ્થાનકનું યથાશક્તિ આરાધના કરવાથી તીર્થકરપણું પામી શકાય છે. તેમાં પણ ત્રીજું પ્રવચન પદ એટલે સંઘની ભાવપૂર્વક ભક્તિ કરવી તે ઉત્તમ છે. કારણ કે તીર્થકર ભગવાન પોતે પણ ધર્મોપદેશ દેતાં શરૂઆતમાં “નમો તિથ” કહીને સંઘને નમસ્કાર કરે છે. માટે શ્રી સંઘની ભકિત સિદ્ધિને પણ આપે છે. આ પ્રમાણે ગુરૂની દેશને સાંભળીને જિનદત્ત શ્રી ગુરૂમહારાજની પાસે ત્રીજા પ્રવચન પદની આરાધના કરવાનો નિયમ લીધે પછી ગુરૂને વંદન કરી વિધિપૂર્વક પરમ ઉલ્લાસથી ભાત પાણી વહેરાવ્યા.
અનુક્રમે વસંતપુરમાં આવ્યા. સ્વજનો તેની અત્યંત ઋદ્ધિ જોઈને હર્ષથી ભેટયા. જિનદત્ત શેઠ તપસ્વી તથા ગ્લાન વૃદ્ધ મુનિ વગેરે સુપાત્રને વસ્ત્ર, પાત્ર, ઔષધ આહાર વગેરે ભાવથી હરાવીને પિતાને ધન્ય માનતા જિનેશ્વની પૂજા કરવી, ગુરૂને ઉપદેશ સાંભળ સંઘભક્તિ વગેરે ધર્મકિયા આનંદથી કરે છે. અને સમકિતમાં નિશ્ચલ થઈને ચતુર્વિધ સંઘની યથાશક્તિ ભકિત પણ ભાવથી કરે છે. અને પિતાની લક્ષમીને સદુપયોગ કરે છે, વળી તેણે પિતાના સસરા તરફથી મળેલ બહુ મૂલ્યવાળ રત્નાવલી હાર રાજાને ભેટ આપે તેથી પ્રસન્ન થએલા રાજાએ તેને નગરશેઠની પદવી આપી. તેથી નગરમાં તેનું બહુ માન વધ્યું.
એક વાર ઈન્દ્ર મહારાજે જિનદત્તની પ્રશંસા કરી કે