Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૫૬૬
[ શ્રી વિજયપદ્મકૃિત
જે સંસારમાં સ્ત્રી વિગેરે પદાર્થો દેખાય છે તે બધાએ ક્ષણ વારમાં નાશ પામી જાય એવા છે. આ બધી રાજલક્ષ્મી, વૈભવ, સુંદર સ્ત્રીએ સર્વે નાશવંત છે એવું જાણીને ભાગને ત્યાગ કરનારા જીવે જ ખરા સુખને પામી શકે છે. અને જો આપણે હાદુર બનીને ઉભે પગે તે પદાર્થોના ત્યાગ ન કરીએ તેા તે ભાગાદિક પદાર્થો એક વખત આપણને છેડીને જરૂર ચાલ્યા જશે. માટે તેવા પદાર્થોમાં રાગ શા માટે રાખવા ? ઇન્દ્રજાલિકનાં આ વચના સાંભળી રાજા વૈરાગ્ય પામ્યા. ઇન્દ્રજાલિકને કરાડ સાનૈયા આપી રાજાએ રાજી કર્યા.
બીજે દેવસે દેવપ્રભુ નામના આચાર્ય ત્યાં પધાર્યાં. નગરજનાને સાથે લઇને રાજા વિગેરે પણ ગુરૂને વંદન કરવા આવ્યા. ગુરૂએ આપેલા ઉપદેશથી મેધ પામેલા રાજાએ પુત્રને રાજ્ય સોંપીને ગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરી. તે મુનિ નિર્મળ ચારિત્ર પાણી અગ્યાર અંગ ભણ્યા.
એક વખત ગુરૂના મુખથી સ્થવિર એટલે વૃદ્ધ મુનિની ભકિતનું માહાત્મ્ય આ પ્રમાણે તેમણે સાંભળ્યું. જે ભવ્ય જીવે ઉંમરમાં, દીક્ષાના પર્યાયમાં અને સૂત્રાના મેધમાં વૃદ્ધ (માટા) હાય તેમજ તપસ્વી હાય તેવા સ્થવિર મુનિની નિષ્કપટ અને નિરભિમાનપણે પરમ ઉલ્લાસથી ( વેઠ માનીને નહિ ) ભક્તિ કરે, તે ભવ્ય જીવેા કથી મલિન બનેલા પેાતાના આત્માને જરૂર નિર્મલ બનાવી શકે છે, અને ઊંચ ગાત્રના અધ કરે છે તથા તી કર પદવીને પણ પામે છે. આવું સ્થવિર ભકિતનું માહાત્મ્ય સાંભળીને તે રાષિ મુનિએ એવા અભિગ્રહ ધારણ કર્યો કે જ્યાં સુધી હું' જીવું