Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
શ્રી વિશતિસ્થાનકપ્રક્રોપિકા ]
૫૬૭
ત્યાં સુધી મારે હ ંમેશાં મારાથી વય, પર્યાય, શ્રુતમાં મેટા સાધુઓની ભકતપાનાદિક વડે ભકિત કર્યા પછી ભેાજન કરવું. આ પ્રમાણે હુ ંમેશાં પરમ ઉલ્લાસથી ભકિત કરવા લાગ્યા. ઇન્દ્રે સભામાં તે મુનિના વખાણ કર્યાં, તે સાંભળીને એ દેવા તેમની પરીક્ષા કરવા આવ્યા. એક દેવે તેમની પ્રશંસા કરી અને બીજાએ તેમની નિંદા કરી તેા પણ તે રાજિષ મુનિએ લગાર પણ રાગ દ્વેષ કર્યાં નહિં, તેથી ધ્રુવા પ્રશંસા કરીને સ્વર્ગે ગયા. એ પ્રમાણે વૃદ્ધ મુનિઓની ભકિત કરતાં તેમણે તીર્થંકર નામ કર્મોના નિકાચિત બંધ કર્યાં. અંતિમ સમયે સમાધિ મરણ પામીને મહા શુક્ર દેવલેાકમાં દેવપણે ઉત્પન્ન થયા. અહીંથી ચ્યવીને મહાવિદેહમાં તીર્થંકર થઈને સિદ્ધિના સુખને પામશે.
છઠ્ઠા શ્રી મહુશ્રુત પદના આરાધક શ્રી મહેન્દ્રપાલ રાજાની કથા.
આ
ભરતક્ષેત્રમાં સેાપારપટ્ટણ નામના "નગરમાં મહેન્દ્રપાલ નામે રાજા હતા. પરંતુ તે મિથ્યાત્વી હતા. આ રાજાને એક બુદ્ધિમાન પ્રધાન હતા. તે પ્રધાનને જૈત ધર્મને રાગી શ્રુતશીલ નામે ભાઇ હતા. તે રાજાને ઘણુંા જ વ્હાલા હતા. એક વખત સુંદર રાગથી ગાયન કરતી ચંડાળ સ્રોને જોઈને રાજા તેના ઉપર માહિત થયા. ત્યારે શ્રૃતશીલે રાજાના અભિપ્રાય જાણીને રાજાને કહ્યું કે પરનારીના સંગ મહા દુ:ખદાયી છે. જો રાજા જ અનીતિના માર્ગે જાય તે ખીજાને તે કઇ રીતે રીકી શકશે ? ઘણી રીતે રાજાને સમજાવ્યા