Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૫૭૬
[ શ્રી વિજયપધસૂરિકૃતસર્યા. રાજા કુંવરને લઈને ગુરૂને વાંદવા ગયા. કેવળી ગુરૂનાં દર્શન થતાં જ કુંવરના રેગ શાંત થઈ ગયા, શરીરે શીતળતા વ્યાપી, તેથી કુંવરે ગુરૂને હર્ષથી વંદન કર્યું. ત્યાર પછી ગુરૂએ પુણ્ય પાપ સંબંધી ધર્મોપદેશ આપ્યો. તે સાંભળી જિનેશ્વરે કહેલાં તત્વ ઉપર રૂચિ થવાથી કુંવર ઉલ્લાસ પૂર્વક સમ્યક્ત્વ પામે. ગુરૂએ સમકિતના ગુણ તથા તેને અતિચાર વગેરે બીના સમજાવી. ત્યાર પછી રાજા અને પુત્ર પિતાને સ્થાને ગયા.
હવે ધનંજય યક્ષ કુંવર પાસે પાડાને ભેગ માગવા લાગ્યા. કુંવરે તેને જીવહિંસાથી બંધાતા પાપનું સ્વરૂપ વગેરે ઘણું સમજાવ્યું, પણ તે સમયે નહિ. તેણે (યક્ષે) કોપાયમાન થઈને કુંવરને મેઘર મારી, તેથી કુંવર મૂર્શિત થઈ જમીન પર પડી ગયો. થોડી વારે શીતળ પવનથી કુંવર શુદ્ધિમાં આવ્યું ત્યારે યક્ષે કહ્યું કે મારે પાડાના ભેગની ઈચ્છા નથી, ફક્ત તું મને નમસ્કાર કર. ત્યારે કુંવરે કહ્યું કે જે જીવહિંસામાં આસક્ત હોય તેવા મિથ્યાત્વીને હું કદાપિ નમીશ નહિ. હું આ મસ્તક વડે સર્વ દેષ રહિત વીતરાગ સિવાય બીજાને નમસ્કાર કરીશ નહિ તેની આવી દઢતા જોઈ યક્ષ પણ મિથ્યાત્વને ત્યાગ કરીને સમકિતી થયે.
ત્યાર પછી કેટલાક વખતે કુંવર રાજા થયો. લડાઈ કરીને ઘણું દેશ જીત્યા. એ પછી રાજ્ય કરતાં ઘણી વખત ચાલ્યો ગયો. એક વખતે રાજા વિચારવા લાગ્યો કે મેં