Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
પહ૦
[ શ્રી વિજયપધસૂરિકૃતછે. પછી અંદર જઈ કેળાપાક લાવી મુનિને હરાવવા માંડ. ત્યારે “આને આંખ મીંચાતી નથી, તેથી તે નક્કી. દેવ જ છે. અને તેથી તેની ભિક્ષા સાધુને કપે નહિ.” એવું વિચારી ત્યાંથી બીજે ચાલ્યા ગયા. તેથી રોષે ભરાઈને તે સાધુ મુનિ જ્યાં જાય ત્યાં દરેક સ્થળે ઉપદ્રવ કરવા લાગ્યો. ગોચરી અશુદ્ધ કરવા લાગે તે પણ મુનિ દીલગીર થયા નહિ. મુનિને અભિગ્રહ પોલવામાં મજબૂત જાણી દેવે પ્રગટ થઈ પિતાને અપરાધ ખમાબે વંદન કરી સ્વર્ગે ગયે. એવી રીતે ભાવપૂર્વક બહુશ્રતનું આરાધન કરવાથી તેમણે નિકાચિત ભાવે તીર્થકર નામકર્મ બાંધ્યું. અનુક્રમે કાળધર્મ પામી નવમા ગ્રેવેયકે દેવ થયા. ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર થઈ સિદ્ધ થશે. આ કથાને સાર લઈને ભવ્ય જીવોએ મહેન્દ્રપાલની માફક પાપની શુદ્ધિ કરવી. બહુશ્રુતની વૈયાવચ્ચ કરીને તીર્થંકર પદવી મેળવવી. બહુશ્રતની નિંદા કરવાથી સંસારમાં ભયંકર દુઃખો રીબાઈ રીબાઈને ભેગવવા પડે છે, એ યાદ રાખવું. બહુશ્રુતની ભકિત કરનાર ભવ્ય જેને વંદના કરું છું.
સાતમા શ્રી ત: પદના (તપરિવ પદના) આરાધક
શ્રી વીરભદ્ર શેઠની કથા. અવન્તી દેશમાં વિશાલા નામની નગરીમાં શેઠ વૃષભદાસ રહેતા હતા. તેને વીરમતી નામની ભાર્યાથી વીરભદ્ર નામે પુત્ર છે. તે અનુક્રમે ઉંમરે વધતાં સર્વ કળામાં કુશળ થ. વીરભદ્રના રૂપ ગુણની બીના સાંભળીને સાગરદત્ત શેઠે પોતાની