Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
શ્રી વિશતિસ્થાનકપ્રદીપિકા ]
૫૬૩ ન લાગે તે રીતે ગુરૂનું વૈયાવચ્ચ કરતા છત્રીસ ગુણેનું ચિન્તવન કરતાં તથા બીજની આગળ સ્તુતિ કરતાં તે રાજર્ષિ મુનિએ તીર્થકર નામ કમને નિકાચિત બંધ કર્યો.
એક વખતે ઇન્દ્ર મહારાજે પુરૂષોત્તમ મુનિની દેવસભામાં આ પ્રમાણે પ્રશંસા કરી, કે હાલમાં ભરત ક્ષેત્રમાં પુરૂષોત્તમ રાજર્ષિની જે ગુરૂ ભક્તિમાં તત્પર બીજે કોઈ નથી. તે સાંભળી એક ઈર્ષ્યાળુ મિથ્યાત્વી દેવ તેમની પરીક્ષા કરવા માટે મુનિનું રૂપ ધારણ કરીને મુનિ પાસે આવ્યા. તેમના અનેક અછતા દેશે પ્રગટ કરવા લાગ્યા. અનેક કડવા વચનો બોલીને તિરસ્કાર કરવા લાગ્યો પરંતુ મુનિ તો સમતાભાવ રાખે છે. કંટાળ્યા વિના પિતાની લઘુતા વિચારીને જરા પણ ચલાયમાન થયા નહિ. મુનિની આવી દઢ આસ્થાથી દેવ પ્રગટ થઈ મુનિને નમી અપરાધ ખમાવીને દેવકમાં ગયે. મુનિ પણું ગુરૂભક્તિ કરતાં અંતે એક માસનું અનશન કરી અચુત ક૫માં મહા સમૃદ્ધિવાળા દેવ થયા. ત્યાંથી એવી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર પદવી પામી મેક્ષને પામશે. આ કથાને સાર એ છે કે ભવ્ય જીએ પુરૂષોત્તમ મુનિની બીના વારંવાર વિચારીને “ગરજ મટી ને વૈદ્ય વેરી” આ કહેવત પ્રમાણે થતી ભૂલ સુધારીને પરમ ઉલાસથી ગુરૂ ભક્તિનો લાભ લઈ તીર્થંકર પદવી મેળવવી, ઉપસર્ગના પ્રસંગે ધૈર્ય રાખવું. કપટને કરવાની ના કહી છે, પણ ઓળખવાની ખાસ જરૂર છે. ઉપકારીને ઉપકાર ભૂલવાથી, તેની સાથે શત્રુવટ રાખવાથી દુર્ગતિના ભયંકર દુઃખ લેગવવા પડે છે.