Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૫૪૪
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત–
તેને કનકમાલા અને શીલવતી નામે ગુણવતી એ રાણીએ હતી અને મનેારમા નામે એક પુત્રી હતી. પરંતુ આ રાજાને પુત્ર નહતા.
આજ નગરમાં કુબેરના જેવી ઋદ્ધિવાળા અને રાજમાન્ય જિનવ્રુત્ત નામે શેઠ હતા. તે સમક્તિ દૃષ્ટિ અને શ્રાવકના એકવીસ ગુણ્ણાને ધારણ કરતા હતા. આ શેઠને ઘેર દેવપાલ નામના એક દાસ હતા. આ દેવપાલ પણ જિનેશ્વરના ધર્મ ના રાગી હતા. વળી સદ્ગુરૂના સંગથી તે જિનધર્મના રહસ્યને પણ જાણતા હતા. કારણ કે સદ્ગુરૂની સાખત મિથ્યાત્વના નાશ કરી સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્રરૂપી રત્નત્રયી આપીને ભવભ્રમણ ટાળે છે.
એક વખતે ચામાસાના વખતમાં દેવપાલ જિનદ્યત્તશેઠની ગાયા લઈને વનમાં એક નદીના કાંઠે ચરાવવા લાગ્યા. તે વખતે જળના પ્રખળ વેગથી નદીની એક તરફના કાંઠે તૂટી પડયા, અને તેમાંથી શ્રી આદીશ્વર પ્રભુની મનેાહર મૂર્તિ નીકળી. દેવપાળે તે મૂર્તિને જોઇને પોતાને જાણે ચિન્તામણિ રત્ન મળ્યું હાય તેમ હૃદયમાં ઘણું! રાજી રાજી થઈ ગયા. તે વિચારવા લાગ્યા કે અહે!! આજે મારા ધન્ય ભાગ્ય છે કે ત્રણ ભુવનના સ્વામીનાં આજે મને દર્શન થયાં. આજે મારા પુણ્યના ઉદય થયા છે. હવે પ્રભુની આ મૂર્તિને કોઇક પવિત્ર સ્થળમાં સ્થાપન કરૂં. પછી નદીના કાંઠે પવિત્ર સ્થળ જોઈને ત્યાં ઘાસની ઝૂંપડી બાંધીને તેમાં પ્રભુની પ્રતિમા સ્થાપન કરી. પછી તે પ્રતિમાની સેવા ભકિત કરીને તેણે એવા નિયમ અંગીકાર કર્યો કે જ્યાંસુધી પ્રભુની પ્રતિમાના દર્શન ન કરૂં ત્યાંસુધી મારે લેાજન ન કરવું.