Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૫૫૨
[ શ્રી વિજ્યપદ્રસૂરિકૃતઆત્મા સમાન ગણે છે. આ જીવદયાના પ્રભાવે આત્મા નિર્મળ થાય છે. દયાળુ જેવો સિદ્ધ ભગવંતે જ્યાં રહેલા છે તેવા સ્થાનકને મેળવે છે. આ સિદ્ધના જીવન સુખનું વર્ણન કોડ જીભ વડે પણ થઈ શકતું નથી. આ સંસારમાં જે ઉત્તમ પ્રકારનાં સુખે છે તે સર્વ એકઠાં કરીએ તેનાથી પણ સિદ્ધ ભગવંતનું સુખ અનંતાનંત ગણું વધારે છે. સિદ્ધના સર્વ જી સમાન છે. તેઓ અમૂર્ત હેવાથી મોક્ષમાં પરસ્પર બાધા રહિતપણે રહે છે. આ સિદ્ધ જીવની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણસો તેત્રીસ ધનુષ્ય અને ઉપર એક ધનુષ્યને ત્રીજો ભાગ અથવા એક ગાઉના છઠ્ઠા ભાગ પ્રમાણ હોય છે અને જઘન્યથી એક હાથ અને આઠ આંગુલની હોય છે. જેમ અમૃતના એક બિંદુ માત્રથી પણ તીવ્ર વિષને વ્યાધિ નાશ પામે છે તેમ સિદ્ધ ભગવંતના ધ્યાનથી જીનાં દુષ્કર્મો નાશ પામે છે અને ત્રણ જગતને પૂજ્ય ઉત્કૃષ્ટ પદની લક્ષ્મી મળે છે.
ઉપર પ્રમાણેની ગુરૂની દેશના સાંભળી મંત્રીએ કહ્યું કે હે પ્રભુ! જેમાં સિદ્ધની ભક્તિ દરરોજ કરવાની છે, એવા સંસારને નાશ કરનાર શ્રાવકનાં બાર વ્રતે મને આપે. ગુરૂએ તેની લાયકાત પારખીને વ્રત ઉશ્ચરાવ્યાં. પછી ગુરૂને વંદન કરી મંત્રી રાજ્યનું કાર્ય પૂર્ણ કરીને પિતાના નગરે પાછો આવ્યું. રાજાને નમીને યંગ્ય સ્થાને બેઠે. રાજાએ મંત્રીને ચંપા નગરીની હકીકત પૂછી ત્યારે મંત્રીએ તે નગરીનું વર્ણન કરતાં વાસુપૂજ્ય સ્વામીના મંદિરે પોતે ગયે, ત્યાં વંદન કરીને બહાર આવતાં ધર્મઘોષ મુનિની સિદ્ધ