Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૪૪૩
સ્પષ્ટાર્થ સહિત વૈરાગ્યશતક] હાલ ચિત્ત માહરા ઉત્તમ વિવેક કલા તણ, પ્રકટયા વિલાસે નિષ્ફલા હશે જ ચાળા આંખના.
૨૮૯ અક્ષરાર્થ–હે સુંદર અંગવાળી સ્ત્રી ! મારી ઉપર ફેકેલા કામદેવ રૂપી અગ્નિને પ્રદીપ્ત કરવામાં ઈધણ (બાળવાના લાકડાં જેવા) ની જેવા આ હાર વાંકી નજરે જોવા રૂપ કટાક્ષ (મારાથી) દૂર કર, કારણ કે હવે હારા મનમાં વિવેકની (સમજણની) કળાને વિલાસ (ઉત્તમ વિવેક ગુણ) પ્રગટ થયે છે (એટલે મારામાં ભેગ તૃષ્ણાને ત્યાગ કરવાની સમજણ આવી છે.) ૯૨
સ્પષ્ટાથ–લાકડાં જેમ અગ્નિને વધારે વધારે પ્રદીપ્ત (તેજવાળે, સળગતે, તાપવાળો) કરે છે એટલે અગ્નિને વધારે સળગાવે છે, તેમ સ્ત્રીનાં કટાક્ષ રૂપી લાકડાંથી કામીજનને કામદેવ રૂપી અગ્નિ વધારે સળગે છે. અહિં સ્ત્રીઓ કામી પુરૂષ હામે જે વાંકી નજરથી જુએ છે તે વાંકી નજર કટાક્ષ કહેવાય છે. બીજા શાસ્ત્રોમાં કટાક્ષને અગ્નિની ઉપમા આપી છે, (અગ્નિની જેવા કહા છે, કારણ કે અગ્નિ જેમ બધી વસ્તુઓને બાળી મૂકે છે તેમ સ્ત્રીઓની પ્રેમવાળી વાંકી નજર (કટાક્ષ) થી કામાતુર જનેનાં હૃદય બળે છે અને તેથી હૃદયમાં રહેલી ધર્મવાસનાઓ પણ બળીને ભસ્મ (ખાખ) થઈ જાય છે, પરંતુ જેમના હૃદયમાં વિવેક કળાને વિલાસ (વિવેક જ્ઞાનનો પ્રકાશ જાગ્યો હોય એટલે વિવેક પ્રગટયો હોય તેમને સ્ત્રીઓની વાંકી નજર રૂપી કટાક્ષે કંઈ